<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

ટીમ ઈન્‍ડિયાને જોઈ શોએબ અખ્‍તરનો પરસેવો છૂટયો, કહ્યું- ભારતની જીત પાક્કી!

આટલી મજબૂત ટીમમાંથી કોને બહાર બેસાડવામાં આવશે?

નવી દિલ્‍હીઃ એશિયા કપ ૨૦૨૫ માટે ભારતીય ક્રિકેટ ટીમ જાહેરાત થયા બાદ પાડોશી દેશ પાકિસ્‍તાનમાં પણ તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં એક યુવા અને તાકાતવર સ્‍ક્‍વોડ ખિતાબ બચાવવા ઉતરશે. આ વખતે ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓ ભલે ના હોય, પરંતુ ટીમનો બેલેન્‍સ એટલો મજબૂત છે કે પાકિસ્‍તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્‍તર પણ તેની પ્રશંસા કર્યા વિના રહી ન શક્‍યા.

પાકિસ્‍તાનના એક ન્‍યૂઝ શોમાં શોએબ અખ્‍તર, મિસ્‍બાહ-ઉલ-હક, શોએબ મલિક અને ઉમર ગુલ સાથે ચર્ચા કરતા જોવા મળ્‍યા. ભારતીય સ્‍ક્‍વોડ જોયા બાદ અખ્‍તરે આヘર્ય વ્‍યક્‍ત કરતાં કહ્યું, અરે, અભિષેક પણ છે, બુમરાહ પણ છે, સંજુ સેમસન પણ છે, તિલક વર્મા પણ છે. હાર્દિક, અર્શદીપ, રિંકુ, શુભમન, સૂર્યા, શિવમ દુબે, અક્ષર પટેલ... યાર, હવે તો પ્રશ્ન એ છે કે આટલી મજબૂત ટીમમાંથી કોને બહાર બેસાડવામાં આવશે?

ભારતની સ્‍ક્‍વોડ માત્ર એશિયા કપ જ નહીં, પરંતુ આવતા વર્ષોમાં પણ ટી૨૦ ક્રિકેટમાં દમદાર સાબિત થઈ શકે છે. શોએબ અખ્‍તરની આ પ્રતિક્રિયા એ સ્‍પષ્ટ કરે છે કે પાડોશી દેશો પણ ટીમ ઈન્‍ડિયાની શક્‍તિથી અજાણ નથી.

(11:08 AM IST)