<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

ભારતનું પલડુ ભારેઃ ૧૩માંથી ૯ મેચોમાં જીત મેળવી છે

નવી દિલ્‍હીઃ એશિયા કપ ૨૦૨૫ના સૌથી મોટા અને રોમાંચક મુકાબલાઓમાંનો એક, ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેની મેચ, ૧૪ સપ્‍ટેમ્‍બરે દુબઈ ઈન્‍ટરનેશનલ સ્‍ટેડિયમમાં રમાવાની છે. આ મેચની રાહ વિશ્વભરના લાખો ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેની આ ટક્કર માત્ર એક ક્રિકેટ મેચ નથી, પરંતુ બંને દેશોના ચાહકો માટે લાગણીઓનો ઉભરો છે. આવો, જાણીએ કે આંકડાઓની લ્લષ્ટિએ બંને ટીમોનું પ્રદર્શન કેવું છે અને આ મેચમાં કોનું પલડું ભારે રહેશે?

ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે અત્‍યાર સુધી ટી૨૦ ફોર્મેટમાં કુલ ૧૩ મેચ રમાયા છે, જેમાંથી ભારતે ૯ મેચ જીત્‍યા છે, જ્‍યારે પાકિસ્‍તાને ૩ મેચમાં વિજય મેળવ્‍યો છે. પાકિસ્‍તાને ભારત સામે છેલ્‍લી ટી ૨૦ જીત એશિયા કપ ૨૦૨૨માં હાંસલ કરી હતી, જ્‍યાં તેણે ભારતને ૫ વિકેટે હરાવ્‍યું હતું. જોકે, ત્‍યારબાદ રમાયેલી બે મેચમાં ભારતે પાકિસ્‍તાનને પરાજય આપ્‍યો હતો. વનડે ફોર્મેટમાં એશિયા કપની વાત કરીએ તો, બંને ટીમો વચ્‍ચે ૧૫ મેચ રમાઈ છે. આમાંથી ભારતે ૮ મેચ જીતી છે, જ્‍યારે પાકિસ્‍તાને ૫ મેચમાં જીત મેળવી છે. બે મેચ બેનતીજા રહી હતી. નોંધપાત્ર રીતે, પાકિસ્‍તાને એશિયા કપના વનડે ફોર્મેટમાં ભારત સામે છેલ્‍લી જીત ૨૦૧૪માં મેળવી હતી. આ આંકડાઓ દર્શાવે છે કે ભારતનું પલડું ટી૨૦ અને વનડે બંનેમાં ભારે રહ્યું છે.(

(11:00 AM IST)