News of Sunday, 14th September 2025
બુમરાહની ઓવરમાં સિક્સ લગાવીશ : પાકિસ્તાની બેટ્સમેનની ફિશિયારી :શૂન્ય રને પેવેલિયન ભેગો
આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના ઇતિહાસમાં સતત ચાર ઇનિંગ્સમાં ગોલ્ડન ડકનો ભોગ બનનારા ખેલાડીઓની યાદીમાં સેમ અયુબનું નામ ઉમેરાયું

એશિયા કપ 2025 માં ભારત-પાકિસ્તાન મેચ દુબઈમાં રમાઈ રહી છે. જ્યારે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારે તે પોતાના પગ પર કુહાડો મારવાનો નિર્ણય હતો. કારણ કે 2021 પછી, દુબઈમાં પહેલા બેટિંગ કરનારી ટીમની જીતની ટકાવારી ખૂબ જ નબળી છે. પાકિસ્તાની ટીમના આગામી સુપરસ્ટાર ખેલાડી કહેવાતા સેમ અયુબ સતત બીજી મેચ માટે ગોલ્ડન ડકનો શિકાર બન્યા છે. તેમને હાર્દિક પંડ્યાએ મેચના પહેલા જ ઓફિશિયલ બોલ પર '0' ના સ્કોર પર આઉટ કર્યા હતા. આ પહેલા, તેઓ ઓમાન સામે પણ પહેલા જ બોલ પર આઉટ થયા હતા
ભારત તરફથી હાર્દિક પંડ્યા પહેલી ઓવર નાખવા આવ્યો, જે શરૂઆતથી જ સ્વિંગ કરી રહ્યો હતો. પહેલો બોલ વાઈડ હતો, પરંતુ પંડ્યાએ બીજો બોલ ઓફ-સ્ટમ્પની બહાર આઉટસ્વિંગ બોલ તરીકે ફેંક્યો, જેના પર સેમ અયુબે તેનું બેટ લગાવ્યું અને બોલ સીધો જસપ્રીત બુમરાહના હાથમાં ગયો
આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના ઇતિહાસમાં સતત ચાર ઇનિંગ્સમાં ગોલ્ડન ડકનો ભોગ બનનારા ખેલાડીઓની યાદીમાં સેમ અયુબનું નામ ઉમેરાયું છે. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ વખત ગોલ્ડન ડક પર આઉટ થવાનો રેકોર્ડ પાકિસ્તાનના અબ્દુલ્લા શફીકના નામે છે, જે સતત ચાર T20 ઇનિંગ્સમાં ગોલ્ડન ડક પર આઉટ થયા હતા.
તાજેતરમાં, ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર તનવીર અહેમદે આગાહી કરી હતી કે સેમ અય્યુબ એશિયા કપમાં જસપ્રીત બુમરાહ સામે 6 છગ્ગા ફટકારી શકે છે. 6 છગ્ગા તો ભૂલી જાવ, તેને બુમરાહનો સામનો કરવાની તક પણ મળી ન હતી. અય્યુબે આ ટુર્નામેન્ટમાં બે બોલ રમ્યા છે, શૂન્ય રન બનાવ્યા છે અને બંને વખત 'શૂન્ય' પર આઉટ થયો છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
