તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th September 2025
બોલરોના તરખાટ સામે પાકિસ્તાન ઘૂંટણીયે : ટીમ ઈન્ડિયાને જીત માટે 128 રનનો લક્ષ્યાંક
પ્રથમ ઓવરમાં જ હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે વિકેટ ઝડપી, જેને કારણે પાકિસ્તાનની ટોપ ઓર્ડર ગંભીર દબાણમાં આવ્યું

એશિયા કપ 2025ની સૌથી જુસ્સાદાર અને રાહ જોવાતી છઠ્ઠી મેચમાં ભારત અને પાકિસ્તાન દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને સામને આવ્યા છે. ક્રિકેટ રસિકો માટે આ ‘મહામુકાબલો’ સમાન છે અને બંને દેશોની ટીમોએ પોતાની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન ઉતારી છે. પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને ભારતને 128 રનનો ટાર્ગેટ આપ્યો. છે
ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ભારતીય બોલર્સે શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. પ્રથમ ઓવરમાં જ હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે વિકેટ ઝડપી, જેને કારણે પાકિસ્તાનની ટોપ ઓર્ડર ગંભીર દબાણમાં આવ્યો હતો. બુમરાહની ઝડપ અને ચોકસાઈભરી યોર્કર્સે બેટ્સમેનોને ખચકાવવા મજબૂર કર્યા, જ્યારે હાર્દિકના લાઈન અને લેન્થના દબદબા સામે પાકિસ્તાનના ઓપનર્સ બેચેન જણાયા. દુબઈની પીચને સામાન્ય રીતે બેલેન્સ્ડ પીચ માનવામાં આવે છે. શરૂઆતની ઓવર્સમાં ઝડપી બોલરોને સ્પોર્ટ મળે છે, જે ભારતના બોલિંગ યુનિટ માટે ફાયદાકારક નીવડ્યું. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યાની જોડી પાકિસ્તાની બેટ્સમેનો પર હાવી રહી. બીજી બાજુ, મેચ જેમ આગળ વધી, તેમ સ્પિનર્સ માટે પીચ વધુ અનુકૂળ બનતી ગઈ.
પાકિસ્તાનના મધ્યમક્રમ માટે ઓલરાઉંડર અક્ષર પટેલ, સ્પિનર કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી મોટી ચેલેન્જ બન્યા હતા. અક્ષર પટેલે આક્રમક શરૂઆત કરીને વિકેટ ઝડપી હતી. કુલદીપની ટર્ન અને ફ્લાઈટ્સના કારણે બેટ્સમેનોએ રન બનાવવામાં સંઘર્ષ કર્યો. કુલદીપ યાદવે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને આક્રમક શરૂઆત કરી હતી. વરુણે પણ ટાઈટ લાઈન અને વેરીએશનથી બેટ્સમેનોને બાંધી રાખ્યા. પાવરપ્લે પછીના ઓવર્સમાં ભારતીય સ્પિનર્સે રન ફલોઅને બંધ કરીને પાકિસ્તાનને 100 રનની અંદર જ 5 વિકેટે રોકી દીધું.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
