<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

પાકિસ્તાનની આબરૂના ફરી વૈશ્વિક ધજાગરા : મેચમાં અચાનક પાકિસ્તાની રાષ્ટ્રગીતનાં બદલે જલેબી બેબી ગીત વાગવા લાગ્યું

પાકિસ્તાન વૈશ્વિક મંચ પર ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું : સેકન્ડોમાં જ ડીજેએ તરત જ પોતાની ભૂલનો અહેસાસ થયો

એશિયા કપ 2025 ની સૌથી મોટી મેચ 14 સપ્ટેમ્બર, રવિવારના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી હતી. જેમાં ભારતને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ અપાયો હતો. મેચ શરૂ થાય તે પહેલા, રાષ્ટ્રગીતની ઔપચારિકતા દરમિયાન એક રમુજી ઘટના જોવા મળી. આ ઘટનાએ પાકિસ્તાન વૈશ્વિક મંચ પર ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું હતું.

   મેચ પહેલા, બંને ટીમોના ખેલાડીઓ મેદાનમાં હાજર હતા અને ઉદ્ઘોષકે જાહેરાત કરી કે બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. પહેલા પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વગાડવાનું હતું. બધા ખેલાડીઓ અને દર્શકો ગંભીરતાથી તૈયાર ઉભા હતા. પરંતુ પછી અચાનક ડીજેની ભૂલને કારણે, પોપ ગીત "જલેબી બેબી" (ટેશર અને જેસન ડેરુલો દ્વારા પ્રખ્યાત ટ્રેક) વાગવા લાગ્યું હતું.

   આ ભૂલને કારણે દર્શકો અને ખેલાડીઓ થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગયા હતા. જો કે સેકન્ડોમાં જ ડીજેએ તરત જ પોતાની ભૂલનો અહેસાસ થયો અને ગીત બંધ કરીને પાકિસ્તાની રાષ્ટ્રગીત વગાડ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ચાહકો તેને રમુજી રીતે શેર કરી રહ્યા છે.   
ટોસ દરમિયાન પહેલા પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમોએ તેમની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. ભારત અને પાકિસ્તાન બંને આ મહત્વપૂર્ણ મેચ જીતીને એશિયા કપની સફરમાં આગળ વધવા માટે ઉતરશે.

(11:10 PM IST)