<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

રાશિદે ભારતના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારનો રેકોર્ડ તોડ્યો

અફઘાનિસ્તાનના બોલર રાશિદ ખાનની સિદ:બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપની ૯મી મેચમાં બાંગ્લાદેશે જીત મેળવી હતી

નવી દિલ્હી, તા.૧૭

બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપની ૯મી મેચમાં બાંગ્લાદેશે જીત મેળવી છે. આ મેચ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશે ૧૫૪ રન બનાવ્યા હતા, પરંતુ અફઘાનિસ્તાન ફક્ત ૧૪૬ રન જ બનાવી શક્યું અને ૮ રનથી મેચ હારી ગયું. જો કે, આ મેચમાં અફઘાનિસ્તાનના દિગ્ગજ બોલર રાશિદ ખાને ઐતિહાસિક સિદ્ધિ મેળવીને બધાને ચોંકાવી દીધા છે. સાથે જ રાશિદે ભારતના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારનો રેકોર્ડ તોડ્યો છે. બાંગ્લાદેશ સામે રાશિદ ખાને ૪ ઓવરમાં ૨૬ રન આપીને ૬.૫૦ની ઇકોનોમી રેટથી ૨ વિકેટ લીધી. આમ કરીને રાશિદે ્૨૦ૈંમાં સૌથી વધુ વિકેટ લેવાના ભુવનેશ્વર કુમારના રેકોર્ડને તોડી નાખ્યો છે. ્૨૦ એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં હવે રાશિદ ખાન નંબર ૧ બોલર બની ગયો છે. રાશિદે આ સિદ્ધિ માત્ર ૧૦ મેચ મેળવી છે.

એશિયા કપના ટોપ ૫ બોલર

રાશિદ ખાન - ૧૪ વિકેટ (અફઘાનિસ્તાન)

ભુવનેશ્વર કુમાર - ૧૩ વિકેટ (ભારત)

વાનિંદુ હસરંગા - ૧૨ વિકેટ (શ્રીલંકા)

અમજદ જાવેદ - ૧૨ વિકેટ (યુએઈ)

હાર્દિક પંડ્યા - ૧૨ વિકેટ (ભારત)

રાશિદ ખાને તેમના T20 કરિયરની શરૃઆત વર્ષ ૨૦૧૫માં ઝિમ્બાબ્વે સામે કરી હતી. તે હાલમાં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં નંબર ૧ ખેલાડી છે. રાશિદે તેમના T20 કરિયરમાં ૧૦૨ મેચોની ૧૦૨ ઇનિંગ્સમાં ૧૩.૭૦ ની સરેરાશ અને ૬.૧૩ની ઇકોનોમી રેટથી ૧૭૩ વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેમનું બેસ્ટ પ્રદર્શન ૫/૩ છે. તેમણે બે વખત પાંચ વિકેટ પણ લીધી છે.

(10:46 PM IST)