News of Friday, 19th September 2025
ઝહીર ખાને લખનઉ સુપરજાયન્ટસ ટીમ છોડીઃ માર્ગદર્શક તરીકે જોડાયો'તો
ટીમના માલિક સંજય ગોયન્કા સાથે અણબનાવ?

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાને આઈપીએલની ૧૮મી સીઝન શરૂ થાય તે પહેલાં લખનૌ સુપરજાયન્ટ્સ ટીમ છોડી દીધી છે. ઝહીર મેગા ઓક્શન પહેલા લખનૌ સુપરજાયન્ટ્સમાં માર્ગદર્શક તરીકે જોડાયો હતો. ઈએસપીએન અનુસાર, દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ કેપ્ટન ઝહીર ખાને લખનૌ કેપિટલ્સના માલિક સંજીવ ગોયનકાને પોતાના નિર્ણયની જાણ કરી હતી.
અહેવાલો સૂચવે છે કે ઝહીર ખાનનું લખનૌથી માત્ર એક સીઝન પછી વિદાય લેવાનું કારણ ફ્રેન્ચાઇઝી પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ મુખ્ય કોચ જાસ્ટિન લેંગર અને ટીમના માલિક સંજીવ ગોયેન્કાના દ્રષ્ટિકોણ સાથે સુસંગત ન હતો. આ જ કારણ છે કે ઝહીર ખાને લખનૌ ફ્રેન્ચાઇઝી છોડવાનો નિર્ણય લીધો.
ઝહીર ખાન લખનૌના કેપ્ટન ઋષભ પંતના ખૂબ સારા મિત્રો હોવાનું માનવામાં આવે છે, પરંતુ તે મેનેજમેન્ટની વિચારસરણીથી પ્રભાવિત થયો હતો, જેણે ૨૦૨૫ માં લખનૌના નીચા પોઈન્ટ ટેબલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. (૪૦.૨૧)
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
