<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

દિલધડક મેચમાં બાંગ્લાદેશે સુપર-ફોરમાં એક બૉલ બાકી રાખીને શ્રીલંકાને ચાર વિકેટે હરાવ્યું

છેલ્લી ઓવરમાં બાંગ્લાદેશે પાંચ રન કરવાના હતા: બાંગ્લાદેશ વતી મુસ્તફિઝૂર રહમાને ત્રણ અને મેહદી હસને બે વિકેટ લીધી

દુબઈઃ એશિયા કપના સુપર-ફોર રાઉન્ડની પ્રથમ મૅચમાં શનિવારે શ્રીલંકા (7/168) સામે બાંગ્લાદેશ (19.5 ઓવરમાં 6/169)નો એક બૉલ બાકી રાખીને ચાર વિકેટે વિજય થયો હતો. આ રાઉન્ડમાં કુલ ચાર ટીમ છે અને દરેક ટીમે એકમેક સામે એક-એક મૅચ રમવાની છે. ટોચની બે ટીમ 28મી સપ્ટેમ્બરની ફાઇનલમાં પહોંચશે.

બાંગ્લાદેશને ઓપનર સૈફ હસને 61 રન અને તૌહિદ રિદોયે 58 રન કર્યા હતા. મૅચની અંતિમ પળોમાં બન્ને ટીમ બરાબરીમાં આગળ વધી રહી હતી. છેલ્લી ઓવરમાં બાંગ્લાદેશે પાંચ રન કરવાના હતા.

એ પહેલાં, બૅટિંગ મળ્યા બાદ શ્રીલંકાએ 20 ઓવરમાં સાત વિકેટે 168 રન કર્યા હતા જેમાં દાસુન શનાકા (64 અણનમ, 37 બૉલ, છ સિક્સર, ત્રણ ફોર) અને કુસાલ મેન્ડિસ (34 રન, પચીસ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ના મોટા યોગદાન હતા.

લીગ રાઉન્ડમાં અફઘાનિસ્તાનના પરાજયને કારણે સુપર-ફોરમાં પહોંચેલા બાંગ્લાદેશ વતી મુસ્તફિઝૂર રહમાને ત્રણ અને મેહદી હસને બે વિકેટ લીધી હતી

(12:06 AM IST)