<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ઓમાનના ખેલાડીઓને ટિપ્સ આપતા જોવા મળ્યા સૂર્યકુમાર યાદવ, ચાહકોએ કહ્યું - 'આ એક મહાન ખેલાડીની નિશાની છે'

ભલે સૂર્યકુમાર ઓમાન સામેની મેચમાં બેટિંગ માટે ન આવ્યો હોય, પરંતુ તેના આ પ્રશંસનીય વર્તને સાબિત કરી દીધું કે તે એક શાનદાર ખેલાડી જ નહીં, પણ એક સાચો રમતવીર પણ

દુબઈ : એશિયા કપ 2025માં ઓમાન સામે 21 રનથી શાનદાર વિજય મેળવ્યા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવએ ચાહકોનું દિલ જીતી લીધું. મેચ જીત્યા બાદ, સૂર્યા વિરોધી ટીમ, ઓમાનના ખેલાડીઓ સાથે પોતાના અનુભવો શેર કરતા અને તેમને બેટિંગની ટિપ્સ આપતા જોવા મળ્યા.
 
કેપ્ટનનો દિલ જીતી લે તેવો વ્યવહાર
BCCI દ્વારા તેના સત્તાવાર ટ્વિટર (X) હેન્ડલ પર આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સૂર્યકુમાર ઓમાનના ખેલાડીઓ સાથે ઉભા રહીને વાતચીત કરતા અને તેમને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. તેમના આ વર્તનથી સોશિયલ મીડિયા પર લોકોએ ભારે પ્રતિક્રિયા આપી છે.

એક યુઝરે લખ્યું, "કેપ્ટન એવો હોવો જોઈએ કે જેની પાસેથી વિરોધી ટીમ પણ કંઈક શીખી શકે."

અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, "આ એક મહાન ખેલાડીની ઓળખ છે."

ભલે સૂર્યકુમાર ઓમાન સામેની મેચમાં બેટિંગ માટે ન આવ્યો હોય, પરંતુ તેના આ પ્રશંસનીય વર્તને ફરી એકવાર સાબિત કરી દીધું કે તે માત્ર એક શાનદાર ખેલાડી જ નહીં, પણ એક સાચો રમતવીર પણ છે.

 

(10:25 PM IST)