<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

ભારત આજે પાકિસ્તાન સામેની મેચ જીતી જાય તો તે ફાઈનલની વધારે નજીક પહોંચશે

ભારતે ફાઈનલમાં પ્રવેશવું હોય તો ઓછામાં ઓછી 2 મેચ જીતવી પડશે

દુબઈ: પાકિસ્તાન સામેની આજની મેચની સુપર-4 જીતની સાથે જ ભારતને એક ખાસ ફાયદો થવાનો છે. જો ભારત આ મેચ જીતી જાય તો તે ફાઈનલની વધારે નજીક પહોંચશે. એશિયા કપની સુપર ફોરમાં ભારતને પાકિસ્તાન સિવાય બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે રમવાનું છે જો ભારતે ફાઈનલમાં પ્રવેશવું હોય તો ઓછામાં ઓછી 2 મેચ જીતવી પડશે.

 

જો ભારત પાકિસ્તાન સામે હારે તો તેને સુપર ફોરની બાકીની બે મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે બન્ને જીતવી પડશે અને તો જ તે ફાઈનલમાં આવી શકે. જો ભારત આ દેશ સામે હારે તો તેને બીજી ટીમોની હાર-જીતને સહારે રહેવું પડશે.

(2:10 PM IST)