તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd September 2025
ફાયરિંગ સામે ઈન્ટરનેશનલ ફાયર! શુભમન ગિલ અને અભિષેક શર્માએ પાકની હેકડી કાઢી, તણખા ઝર્યા

નવી દિલ્હીઃ સુપર ફોર મેચમાં ભારતે પાકિસ્તાન સામે.. શુભમન ગીલ અને અભિષેક શર્માએ મેદાન પર આવતાની સાથે જ તોફાન મચાવ્યું હતું.. બન્નેએ ચોક્કા-છક્કાની રમઝટ બોલાવી હતી.. પાકિસ્તાની બોલરો આ બન્ને બેટ્સમેનોની તોફાની બેટિંગ સામે સાવે લાચાર જણાઇ રહ્યા હતા.
આ દરમ્યાન એક મુમેન્ટ એવી પણ આવી જેમાં અભિષેક શર્મા અને હરિસ રઉફ વચ્ચે તણખા ઝર્યા હતા.. રઉફની ઓવરના છેલ્લા બોલ પર ગિલે ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ ગીલે અને રઉફ વચ્ચે બોલાચાલી થઇ હતી.જેમાં અભિષેકે દરમ્યાનગીરી કરી હતી..જે બાદ અભિષેક અને રઉફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને અમ્પાયરે દરમ્યાનગીરી કરવી પડી હતી.
અભિષેક અને હરિસ રૌફ વચ્ચે બોલાચાલી થઇ હતી.બન્ને એકબીજા સામે ખુબજ ઉગ્ર વર્તન કરતા જોવા મળ્યા હતા.અને સ્થિતિ એ આવી કે અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી હતી..
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
