તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd September 2025
ઓમાનના કેપ્ટને BCCI પાસેથી મદદ માગીઃ કહયું- અમને પણ NCAમાં ટ્રેનિંગમળે, સૂર્યાએ ખેલાડીઓ સાથે વાતચીત કરી

નવી દિલ્હીઃ એશિયા કપમાં ભારત અને ઓમાન વચ્ચે મેચ બાદ ઓમાનના બધા ખેલાડીઓ મેદાન પર ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે વાત કરતા જોવા મળ્યા. વાતચીત પછી, ખેલાડીઓએ સૂર્યાને તાળીઓ પાડી. આના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે.
ઓમાનના કેપ્ટન જતિંદર સિંહે પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસેથી તેમની ટીમને નેશનલ ક્રિકેટ એકેડેમી માં ટ્રેનિંગ આપવા માટે સમર્થન માગ્યું છે.
મને લાગે છે કે જો અમે ભારતને અમારું બીજું દ્યર બનાવી શકીએ, તો અમે NCA મા ંટ્રેનિંગ લઈ શકીએ, અમારી સ્કિલ્સ અને ફિટનેસ પર કામ કરી શકીએ અને ક્લબ અને રણજી ટીમ સાથે દ્યણી બધી T20 મેચ રમી શકીએ. આ અમને મદદ કરશે અને અમારી રમતમાં સુધારો કરશે.
હું સૂર્યાનો આભારી છું ‘‘હું ખૂબ જ આભારી છું કે તેઓ (સૂર્યકુમાર યાદવ) આવ્યા અને ખેલાડીઓ સાથે વાત કરી. તેઓ રમત અને T20 માંકેવી રીતે રમવું તે વિશે વાત કરી રહ્યા હતા. બોય્ઝ ફક્ત પ્રશ્નો પૂછી રહ્યા હતા, તેમના વિચારો સ્પષ્ટ કરવા માટે તેમની સાથે પ્રશ્નોત્તરી સત્રોમાં ભાગ લઈ રહ્યા હતા. તેઓ ટીમના ખૂબ જ પ્રશંસાપાત્ર હતા.''
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
