હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે ICCમાં 'કેચ'ની ફરિયાદ! ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ફખર ઝમાનના આઉટ પર સવાલ ઉઠાવ્યા:
બોલ જમીનને અડક્યો છે તે ચકાસવા ત્રીજા અમ્પાયર પાસે નિર્ણય મોકલવામાં આવ્યો હતો. ટીવી અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેએ જુદા જુદા એંગલથી જોતા અંતે ફખરને 'આઉટ' જાહેર કર્યો.

દુબઈ: એશિયા કપમાં ભારત સામેની બીજી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ફરી એકવાર વિવાદમાં ફસાઈ છે. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)નો સંપર્ક કરીને બેટ્સમેન ફખર ઝમાનના કેચ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
વિવાદાસ્પદ 'આઉટ'ની ઘટના
આ વિવાદ મેચની ત્રીજી ઓવરમાં થયો હતો. ભારતીય વિકેટકીપર સંજુ સેમસને એક કેચ પકડ્યો હતો, જેના પર બોલ જમીનને અડક્યો છે કે નહીં તે ચકાસવા માટે ત્રીજા અમ્પાયર પાસે નિર્ણય મોકલવામાં આવ્યો હતો. ટીવી અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેએ જુદા જુદા એંગલથી જોતા અંતે ફખરને 'આઉટ' જાહેર કર્યો. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, પીસીબી માને છે કે આ નિર્ણય ખોટો હતો.
તે સમયે ફખર ઝમાન 8 બોલમાં 15 રન બનાવીને સારી લયમાં હતો, અને જો તે આઉટ ન થયો હોત તો પાકિસ્તાનનો સ્કોર મોટો બની શક્યો હોત.
કેપ્ટન સલમાન આગાનો જવાબ
મેચ બાદ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ પણ અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, "અમ્પાયરો ભૂલો કરી શકે છે. પરંતુ મને લાગ્યું કે બોલ વિકેટકીપર સુધી પહોંચતા પહેલા જમીન પર અથડાઈ ગયો હતો. જો ફખર આઉટ ન થયો હોત તો અમે 190 રન સુધી પહોંચી શક્યા હોત."
જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમ્પાયરનો નિર્ણય અંતિમ હોય છે. ભારત આ મેચમાં 6 વિકેટે જીત્યું હતું. શું તમને લાગે છે કે આવા નિર્ણયો પર સત્તાવાર ફરિયાદ કરવી યોગ્ય છે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
