<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

ભારત એશિયાકપની ફાઇનલમાં પહોંચ્યું :બાંગ્લાદેશને 41 રનોથી હરાવ્યું : અભિષેકે 37 બોલમાં 75 રન ઝૂડ્યા

બાંગ્લાદેશ હવે પાકિસ્તાન સાથે નોક આઉટ મુકાબલો રમશે : કુલદીપ યાદવે 17મી ઓવરમાં બે વિકેટ લીધી

એશિયા કપના સુપર ફોરમાં બાંગ્લાદેશને 41 રનોથી હરાવીને ટીમ ઇન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે. બાંગ્લાદેશને હવે પાકિસ્તાન સાથે નોક આઉટ મુકાબલો રમવાનો છે

બાંગ્લાદેશની 9મી વિકેટ પડી ગઈ છે. અક્ષર પટેલે બુમરાહના બોલ પર શાનદાર કેચ પકડ્યો. સૈફ હસન 51 બોલમાં 69 રન બનાવીને આઉટ થયો.

બાંગ્લાદેશના બેટરોએ ટીમ ઈન્ડિયા સામે શરણાગતિ સ્વીકારી લીધી છે. કુલદીપ યાદવે 17મી ઓવરમાં બે વિકેટ લીધી. બાંગ્લાદેશને જીતવા માટે 22 બોલમાં 57 રનની જરૂર છે, જ્યારે ભારતને ત્રણ વિકેટની જરૂર છે.

બાંગ્લાદેશને જીતવા માટે 30 ઓવરમાં 61 રનની જરૂર છે. ભારતે અત્યાર સુધી પાંચ વિકેટ ગુમાવી દીધી છે.

બાંગ્લાદેશની પાંચમી વિકેટ પડી ગઈ છે. સૂર્યકુમાર યાદવના શાનદાર થ્રોએ પાંચમી વિકેટ લીધી છે. જેકર અલી પાંચ બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો.

બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી ગઈ છે. વરુણ ચક્રવર્તીએ ભારતને ચોથી સફળતા અપાવી છે. શમીમ હુસૈન કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો છે.

બાંગ્લાદેશની ત્રીજી વિકેટ પડી. અક્ષર પટેલે તૌહીદ હૃદોયને આઉટ કર્યો. બાંગ્લાદેશનો બેટર 10 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો.

બાંગ્લાદેશની બીજી વિકેટ પડી. પરવેઝ હુસૈન ઇમોન 19 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો. કુલદીપ યાદવે ભારતને બીજી સફળતા અપાવી.

જસપ્રીત બુમરાહે ભારતને પહેલી સફળતા અપાવી. તેણે તંઝીદ હસનને એક રનના સ્કોર પર આઉટ કર્યો. નવો બેટર પરવેઝ હુસૈન ક્રીઝ પર છે.

ભારત ની અડધી ટીમ પેવેલિયન પરત ફરી છે. તિલક વર્મા 7 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો. 15 ઓવરમાં ટીમ ઈન્ડિયાએ 132 રન બનાવ્યા છે.

ભારતની ચોથી વિકેટ પડી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ 11 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો છે. આ સમયે ભારત 12 ઓવરમાં 114 રન પર હતી.

ભારતની ત્રીજી વિકેટ પડી. અભિષેક શર્મા 37 બોલમાં 75 રન બનાવીને આઉટ થયો. આ વિસ્ફોટક ઇનિંગમાં અભિષેકે 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા.

ભારતની બીજી વિકેટ પડી. શિવમ દુબે 3 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ હવે ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો.

ભારતની પહેલી વિકેટ પડી ગઈ. શુભમન ગિલ 19 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો. ગિલ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો પરંતુ તેણે તન્ઝીમ હસન સાકિબ સામે પોતાની વિકેટ ગુમાવી.

 

 

 

(11:52 PM IST)