તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
હિટમેને ૧૦ કિલો વજન ઉતાર્યુ
અભિષેક નાયરે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી શેર કરી

નવી દિલ્હીઃ રોહિત શર્મા હવે વન-ડે પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેની નજર ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ પર છે, પરંતુ વધતી ઉંમર અને ફિટનેસ સૌથી મોટા પડકારો બન્યા છે. જો કે, ફિટનેસ માટે ટ્રોલ થયા બાદ રોહિતે પોતાની ફિટનેસ પર એટલું જબરદસ્ત કામ કર્યું છે કે કોઈ પણ આヘર્યચકિત થઈ જશે.
હિટમેનના અંગત મિત્ર અને ભારતીય બેટિંગના પૂર્વ કોચ અભિષેક નાયરે તેના નવા અવતારનો ફોટો શેર કર્યો, જેમાં લખ્યું હતું કે, હિટમેને ૧૦ કિલો વજન ઘટાડ્યું છે. અભિષેક નાયરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મુંબઈમાં રોહિત શર્માના ટ્રેનિંગ સેશનની એક તસવીર રજૂ કરી હતી. જેમાં કેપ્શન લખી હતી કે, ૧૦,૦૦૦ ગ્રામ બાદ પણ હજું અમે પ્રયાસ કરી રહ્યા છીએ. તેનો ઈશારો રોહિત શર્માના ૧૦ કિગ્રા વજન ઘટયા બાદ નવા લુક તરફ હતો.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
