તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Friday, 26th September 2025
બે-બે વખત હાર્યા બાદ પણ પાકિસ્તાની કેપ્ટનની ડંફાસ
અમે ટીમ ઈન્ડિયાને હરાવવા સક્ષમ

નવી દિલ્હીઃ દુબઈમાં એશિયા કપના સુપર-૪ રાઉન્ડમાં પાકિસ્તાને બાંગ્લાદેશને ૧૧ રને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું. આ રોમાંચક જીત બાદ કેપ્ટન સલમાન અલી આગાએ ડંફાસો મારવાનું શરૂ કરતાં કહ્યું કે અમારી ટીમ કોઈપણ હરીફને હરાવવાની ક્ષમતા ધરાવે છે, એમાં ભારત પણ આવી ગયું.
બાંગ્લાદેશને હરાવ્યા બાદ સલમાન અલી આગાએ કહ્યું કે જો તમે આવી મેચ જીતો છો તો તેનો અર્થ છે કે તમે એક સ્પેશિયલ ટીમ છો, તમામે શાનદાન પ્રદર્શન કર્યું. અમારી બેટિંગમાં થોડાક સુધારાની જરૂર છે પણ અમે તેના પર કામ કરીશું. અમે જાણીએ છીએ કે અમારે શું કરવાનું છે. અમારી ટીમ ગમે તેને હરાવી શકે છે. અમે રવિવારે મેદાનમાં ઉતરીશું અને ભારતને હરાવવા પ્રયાસ કરીશું.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
