તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Friday, 26th September 2025
અભિષેક શર્માએ રચ્યો ઈતિહાસ: એશિયા કપમાં નંબર-1બન્યો : વિરાટ સહિતના બધા પાછળ
ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માએ એશિયા કપમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો: પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી જેવા ખેલાડીઓને પાછળ છોડી દીધા

ભારતીય ઓપનર અભિષેક શર્મા એશિયા કપ 2025માં ધમાલ મચાવી છે. તેણે શ્રીલંકા સામે સુપર 4 સ્ટેજની અંતિમ મેચમાં ભારતને મજબૂત શરૂઆત અપાવવામાં પણ સફળતા મેળવી.
આ મેચ દરમિયાન અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો અને એક ખાસ યાદીમાં અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા હતા. અભિષેક શર્માએ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને એક સાથે પાછળ છોડી દીધા.
શ્રીલંકા સામેની સુપર 4 મેચમાં 34 રન બનાવતા જ અભિષેક શર્માએ T20 એશિયા કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડ્યો હતો. આ સિદ્ધિ મેળવતા તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા.
એશિયા કપમાં અભિષેકની બેટિંગ સતત હેડલાઈન્સમાં રહી છે. તેણે વિસ્ફોટક ઈનિંગ્સ અને આક્રમક અભિગમથી બોલરોને મુશ્કેલીમાં મુક્યા છે. અભિષેકે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં 282થી વધુ રન બનાવ્યા છે, જે T20 એશિયા કપની એક જ આવૃત્તિમાં કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન છે
અગાઉ, આ રેકોર્ડ મોહમ્મદ રિઝવાનના નામે હતો, જેણે 2022 T20 એશિયા કપમાં 281 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ તે જ વર્ષે 276 રન સાથે શાનદાર વાપસી કરી હતી, પરંતુ અભિષેકે હવે તે બંનેને પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે
આ ટુર્નામેન્ટમાં 250 રન બનાવીને અભિષેક શર્મા વિરાટ કોહલી અને રોહિત શર્માના એલીટ ક્લબમાં જોડાઈ ગયો છે. તે T20 ટુર્નામેન્ટમાં ભારત માટે 250 રન બનાવનાર ત્રીજો બેટ્સમેન છે. અગાઉ, રોહિતે એક ટુર્નામેન્ટમાં 250 રન અને કોહલીએ ચાર ટુર્નામેન્ટમાં 250 રન બનાવ્યા છે.
વધુમાં, અભિષેક શર્મા T20 એશિયા કપના એક જ આવૃત્તિમાં 300 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે. ટીમ ઈન્ડિયા પાસે આ ટુર્નામેન્ટમાં હજુ એક મેચ રમવાની બાકી છે. આવી સ્થિતિમાં, અભિષેક પાસે પોતાનો રેકોર્ડ વધુ મજબૂત કરવાની તક હશે
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
