તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
સુપર ઓવરમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું, રોમાંચક મેચમાં નિસંકાની સદી બેકાર, ફરી અભિષેક ચમક્યો

નવી દિલ્હીઃ એશિયા કપ ૨૦૨૫ના સુપર-ફોરના મુકાબલામાં ભારતે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવીને જીતનું અભિયાન જાળવી રાખ્યું છે.
ભારતે પહેલી બેટિંગમાં ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૨ રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ માત્ર ૩૧ બોલમાં ૬૧ રનની તોફાની ઇનિંગ રમી હતી. તિલક વર્મા નોટ આઉટ અને અક્ષર પટેલ નોટ આઉટએ અંત સુધી ટકી રહીને ભારતને મોટા સ્કોર સુધી પહોંચ્યું હતું.
લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાની શરુઆત ખરાબ રહી હતી. પરંતુ નિસંકા (૧૦૭ રન, ૫૮ બોલ, ૭ ચોગ્ગા-૬ છગ્ગા) અને કસલ પેરેરા (૫૮)એ બીજી વિકેટે ૧૨૭ રનની ભાગીદારી કરીને મેચમાં ઉત્સુકતા વધારી. છેલ્લી ઓવરમાં જીત માટે ૧૨ રન જરૂરી હતા, પરંતુ હર્ષિત રાણાની બોલિંગે દબાણ ઉભું કર્યું. નિસંકા પહેલી જ બોલે આઉટ થતા મેચનું પાસું બદલાઈ ગયું હતું અને શ્રીલંકા ૨૦૨ રન સુધી પહોંચી શકી.
મેચ બાદ સુપર ઓવર રમાયો. શ્રીલંકા માત્ર ૨ રન જ બનાવી શકી. જવાબમાં ભારતે વાનિંદુ હસરંગાના પહેલા જ બોલે સુર્યકુમાર યાદવે ત્રણ રન બનાવીને જીત પોતાના નામે કરી.
ભારત આ ટૂર્નામેન્ટમાં અપરાજિત રહ્યું છે અને તમામ છ મેચ જીતી ચૂક્યું છે. હવે ૨૮ સપ્ટેમ્બરે ફાઈનલમાં તેનો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
