તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th October 2025
અંડર-૧૯ ટીમ દહેરાદૂનમાં વિનુ માંકડ ટ્રોફી માટે રવાના : ૯ ઓક્ટોબરથી શરૂ થશે ટુર્નામેન્ટ

નવી દિલ્હી: ચંદીગઢની અંડર-૧૯ છોકરાઓની ટીમ ૯ ઓક્ટોબરથી શરૂ થનારી વિનુ માંકડ ટ્રોફી વન ડે ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ઉત્તરાખંડના દેહરાદૂન જવા રવાના થઈ ગઈ છે. ચંદીગઢને છત્તીસગઢ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હૈદરાબાદ અને ત્રિપુરા સાથે એલીટ પૂલમાં મૂકવામાં આવ્યું છે. ટીમ ૯ ઓક્ટોબરે છત્તીસગઢ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ ૧૧ ઓક્ટોબરે કર્ણાટક, ૧૩ ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ, ૧૫ ઓક્ટોબરે હૈદરાબાદ અને ૧૭ ઓક્ટોબરે ત્રિપુરા સામે મેચ રમશે. ટીમમાં આદિત્ય ગુસૈન, અકુલ ભનોટ, બલરાજ સિંહ, બિક્રમ સિંહ સાંગા, દક્ષ કશ્યપ, એહિત સિંહ સલારિયા, ગગનપ્રીત સિંહ, ઈશાન ગર્ગ, માર્કંડેય પંચાલ, મીત દહિયા, મોહમ્મદ ઝૈદ, રીતિક સંધુ, શબ્દ સિંહ, શ્રેષ્ઠ દુગ્ગલ અને યુવરાજ સિંહનો સમાવેશ થાય છે. સપોર્ટ સ્ટાફમાં વિનીત જૈન (કોચ), ગગન સિંહ (મેનેજર) અને દિવ્યાંશ વશિષ્ઠ (ટ્રેનર) સમીર લાથવાલ (ફિઝિયો)નો સમાવેશ થાય છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
