તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th October 2025
જયસ્વાલ ૧૭૫ રને આઉટઃ શુભમન ગિલની ફીફટીઃ ભારત ૩૭૯/૩

નવી દિલ્હીમાં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલ બીજા ટેસ્ટ મેચના આજે બીજા દિવસે સતકવીર યશસ્વી જયસ્વાલ શાનદાર ૧૭૫ રન બનાવી આઉટ થયો છે. તો કેપ્ટન શુભમન ગિલે ફીફટી પૂરી કરી છે. ૫૭ રને દાવમાં છે. ગઈકાલે લોકેશ રાહુલ ૩૮ અને સાંઈ સુદર્શન ૮૭ રને આઉટ થયા હતા. નિતિશ રેડ્ડી ૨૧ રને દાવમાં છે. આ લખાય છે ત્યારે ભારતે ૧૦૨ ઓવરમાં ૩ વિકેટ ૩૭૯ રન બનાવી લીધા છે. અને જંગી જુમલા તરફ પ્રયાણ કરી રહ્યું છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
