તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th October 2025
મારી ૧૦૦ સદીવાળો રેકોર્ડ કોહલી અને રોહિત તોડી શકે છેઃ સચિન
વિરાટ કોહલી વર્લ્ડકપ સુધી ૩પ મેચ રમી શકે છે, આ ૩પ મેચોમાં સચિનના રેકોર્ડની બરાબરી કરવા માટે ૧૮ સદી ફટકારવી પડશે

નવી દિલ્હીઃ જ્યારે વર્ષ 2012માં સચિન તેંડુલકરને એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે, તમારી 100 સદીવાળો રેકોર્ડ કોઈ તોડી શકે તેમ છે? ત્યારે તેમને જવાબ આપ્યો હતો કે, કોહલી અને રોહિત મારો રેકોર્ડ તોડી શકે છે. હવે તે રેકોર્ડ તોડવા વિરાટ કોહલી નજીક પહોંચી પણ ગયો છે. ઉલ્લેખનીય છે કે, 2012 સુધી કોહલીની 16 સદીઓ જ હતી.
કોહલીએ ટેસ્ટ અને T20 માંથી નિવૃત્તિ લઇ લીધી છે પરંતુ તે ODI માં રમી રહ્યો છે. તે 2027 ના વર્લ્ડ કપ સુધી રમી શકે છે. આમ તે 2027 માં પોતાની 39 વર્ષની ઉંમર સુધીમાં સચિન તેંડુલકરનો સદીનો રેકોર્ડ તોડી શકે છે. લગભગ 2 વર્ષ, 35 મેચ અને 19 સદી. આ આંકડા હાલમાં 'ચેઝ-માસ્ટર' વિરાટ કોહલીના મનમાં ચાલતા હોઈ શકે છે.
કોહલી આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે રમ્યો હતો જ્યાં તેની છેલ્લી સદી (100 નોટ આઉટ) 23 ફેબ્રુઆરીએ દુબઈમાં પાકિસ્તાન સામે આવી હતી. આ કોહલીની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 82મી સદી હતી. જ્યારે ODIમાં સદીઓની સંખ્યા 51 પહોચી હતી.
કોહલીએ તેની પહેલી T20 અને પછી ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ સૌથી વધુ પ્રશ્ન એ થવા લાગ્યો હતો કે શું તે 100 સદીનો રેકોર્ડ તોડી શકશે? કોહલી હજુ પણ સચિન તેંડુલકરના રેકોર્ડથી 18 સદી પાછળ છે. કોહલીના નામે 51 વનડે સદી, 30 ટેસ્ટ સદી અને એક ટી20 એક સદી છે. આમ કોહલીની કુલ 82 ઇન્ટરનેશનલ સદી છે. સચિનનો રેકોર્ડ તોડવા તેને 19 સદી મારવી પડશે.
ભારતીય ટીમને 2027ના વનડે વર્લ્ડ કપ પહેલા કુલ 24 વનડે રમવાની છે. જો ભારત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચે તો તેને કુલ 11 મેચ રમવાની તક મળી શકે છે. મતલબ કે, કોહલી વર્લ્ડ કપ સુધી 35 મેચ રમી શકે છે. આ 35 મેચોમાં, સચિનના રેકોર્ડની બરાબરી કરવા માટે કોહલીને 18 સદી મારવી પડશે.
2027ના વર્લ્ડ કપ સુધી ભારતનો ODI શેડ્યૂલ
- ઓક્ટોબર-નવેમ્બર 2025માં ભારત ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની સીરીઝ રમશે, ત્યારબાદ નવેમ્બર-ડિસેમ્બર 2025માં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ઘરઆંગણે સીરીઝ રમશે.
- જાન્યુઆરી 2026માં ભારત ન્યુઝીલેન્ડ સામે ત્રણ ઘરેલુ ODI રમશે. જૂન 2026માં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ઘરઆંગણે ODI સીરીઝ રમશે.
- જુલાઈ 2026માં ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચ રમશે. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026માં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ ઘરેલુ ODI રમશે, ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બર 2026માં ન્યુઝીલેન્ડ સામે વધુ ત્રણ ઘરેલુ ODI રમશે. ડિસેમ્બર 2026માં શ્રીલંકા સામે ત્રણ ઘરેલુ ODI રમશે.
2027 ODI વર્લ્ડ કપનું ફોર્મેટ 2023ના વર્લ્ડ કપ જેવું જ રહેશે. જો ભારત ફાઇનલમાં પહોંચશે તો કુલ 11 મેચ રમવા મળશે. તેમાં નવ મેચનો સમાવેશ થશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે.
- વિરાટ કોહલીનું ટેસ્ટ ક્રિકેટ કરિયર
123 ટેસ્ટ, 210 ઇનિંગ્સ, 9230 રન, 46.85 સરેરાશ
30 સદી, 31 અડધી સદી, 55.57 સ્ટ્રાઇક રેટ
1027 ચોગ્ગા, 30 છગ્ગા
- વિરાટ કોહલીનું વનડે કરિયર
302 વનડે, 290 ઇનિંગ્સ, 14181 રન, 57.88 સરેરાશ
51 સદી, 74 અડધી સદી, 5 વિકેટ, 93.34 સ્ટ્રાઇક રેટ
1325 ચોગ્ગા, 152 છગ્ગા
- વિરાટ કોહલીનું T20 કરિયર
125 T20, 117 ઇનિંગ્સ, 4188 રન, 48.69 સરેરાશ
1 સદી, 38 અડધી સદી, 4 વિકેટ
369 ચોગ્ગા, 124 છગ્ગા.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
