તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th October 2025
માહિકાના હાથમાં હાર્દિકનો હાથ, ગર્લફ્રેન્ડ સાથેના રોમેન્ટિક ફોટો થયા વાયરલ

નવી દિલ્હીઃ હાર્દિક પંડ્યા થોડા સમયથી મોડલ માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે. જ્યારે હમણા હાર્દિકનો બર્થ ડે ગયો ત્યારે તેને ઈન્સ્ટા સ્ટોરી મુકીને તેના રીલેશનને ઓફિશિયલ પણ કર્યું હતું. આ બંને જ્યારે ડેટ માટે ગયા તેની તસવીરો પણ વાયરલ થઇ રહી છે. માહિકાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
નતાશાથી અલગ થયા બાદ હાર્દિક પંડ્યાના લાઈફમાં માહિકાનું આગમન થયું છે. માહિકા દ્વારા શેર કરાયેલી તસવીરમાં આ બંને કપલ હાથમાં હાથ નાખીને બેઠું હોય તેમ દેખાઈ રહ્યું છે.
તો અમુક તસવીરમાં તે શાનદાર ફૂડ એન્જોય કરતી જોવા મળી રહી છે. હાર્દિક પંડ્યાએ તેના જન્મદિવસ પહેલા ૨૪ વર્ષીય મોડેલ મહિકા શર્મા સાથેના તેના રિલેશનને જાહેર કર્યો હતો.
હવે માહિકા પણ તેની તસવીરો શેર કરી રહી છે. જેમાં તે વોટર વીલાની તસવીર શેર કરી હતી. જેમાં તે વ્હાઈટ શોર્ટમાં ખુબસુરત લાગી રહી છે.
સોશિયલ મીડિયામાં માહિકાના ડેટની આ ઈન્સ્ટા સ્ટોરીની તસવીરો ખુબ વાયરલ થઇ છે. જેમાં તેમને એક સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કર્યો હતો. ફેન્સ પણ આ તસવીરો પર પોતાનો પ્રેમ વ્યક્ત કરીને પોતાની બ્લેસિંગ આપી રહ્યા છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
