તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 16th October 2025
વિરાટ કોહલીએ મોટા ભાઈ વિકાસને ગુરુગ્રામ પ્રોપર્ટીની જનરલ પાવર ઓફ એટર્ની આપી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થવાની આગળ તેમના મોટા ભાઈ વિકાસ કોહલીને ગુરુગ્રામમાં તેમની લક્ઝરી પ્રોપર્ટીની જનરલ પાવર ઓફ એટર્ની (જીપીઅ) આપી દીધી છે. આ પ્રોપર્ટીની કુલ કિમત ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે, જેમાં અનુષ્કા શર્મા સાથે વસતી લક્ઝરી બંગ્લો પણ સામેલ છે. આ કાર્ય વજીરાબાદ તહસીલ કચેરીમાં પૂર્ણ થયું, જ્યાં વિરાટએ સહી કરીને વિકાસને તમામ કાનૂની અને વહીવટી જવાબદારીઓ સોંપી દીધી.આ નિર્ણય વિરાટ કોહલી અને તેમના પરિવારના યુકે સ્થળાંતરને કારણે લેવાયો છે. વિરાટે ૧૪ ઓક્ટોબરે લંડનથી ભારત પરત આવ્યા પછી તરત જ આ કાર્યવાહી પૂરી કરી અને ૧૫ ઓક્ટોબરે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા માટે રવાના થયા જીપીએ દ્વારા વિકાસ કોહલીને હવે આ પ્રોપર્ટીના તમામ કાનૂની, વેચાણ અને વહીવટી નિર્ણયો લેવાનો અધિકાર મળ્યો છે, જ્યારે માલિકી વિરાટની જ રહેશે.(
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
