તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th October 2025
પર્થના બાઉન્સ સામે ભારતીય બેટ્સમેનો ઘૂંટણિયે: રોહિત, વિરાટ, ગિલ ફ્લોપ: ઓસ્ટ્રેલિયા સામે ૨૫ રનમાં જ ટૉપ-૩ પેવેલિયન ભેગા!
હવે ભારતીય ઇનિંગ્સનો મદાર શ્રેયસ ઐયર અને મિડલ ઓર્ડરના બેટ્સમેનો પર છે, જેઓ આ વિકેટ પર સ્થિરતા લાવી શકે.

પર્થ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પહેલી વનડે મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરો અને પિચના અણધાર્યા ઉછાળ સામે ભારે સંઘર્ષ કરવો પડ્યો છે. લાંબા સમય બાદ ભારતીય જર્સીમાં દેખાયેલા અનુભવી બેટ્સમેનો રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટોપ-૩ બેટ્સમેનો માત્ર ૨૫ રનના સ્કોર સુધીમાં પેવેલિયન પરત ફર્યા હતા.
પર્થની ફાસ્ટ-બાઉન્સ પિચ પર ઓસ્ટ્રેલિયાના બોલરોએ ભારતીય ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો.
ભારતીય બેટ્સમેનોની નિષ્ફળતા:
1. રોહિત શર્મા (૮ રન): ૩.૪મી ઓવરમાં જોશ હેઝલવુડનો ૧૩૭ કિમી પ્રતિ કલાકની ઝડપનો બોલ અણધાર્યો ઉછાળો લઈને આવ્યો. રોહિતે પોતાનો હાથ પાછળ ખેંચીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ ગ્લોવ્ઝની ધારને અડીને ત્રીજી સ્લિપમાં કેચ આઉટ થયો.
2. વિરાટ કોહલી (૦ રન): ૭મી ઓવરમાં મિશેલ સ્ટાર્કે કોહલીને આઉટસાઇડ-ઓફ ડિલિવરીથી ફસાવ્યો. વિરાટે ખુલ્લા બેટથી ડ્રાઇવ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેકવર્ડ પોઈન્ટ પર ફિલ્ડરના હાથમાં ગયો. ૭ મહિના પછી પરત ફરેલા કિંગ કોહલી ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયા.
3. શુભમન ગિલ (૧૦ રન): ૯મી ઓવરના પહેલા બોલ પર નાથન એલિસે ગિલને પેવેલિયન ભેગો કર્યો. ગુડ-લેન્થ ડિલિવરી ઊંચો ઉછાળો લેતાં ગિલના ગ્લોવ્ઝની ધારને અડીને સીધો કીપરના હાથમાં ગયો.
પ્રારંભિક વિકેટો પડ્યા પછી, જ્યારે શ્રેયસ ઐયર અને અક્ષર પટેલે સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો, ત્યારે ૧૧મી ઓવરમાં અક્ષર પટેલે એક રન લેવાની ઉતાવળમાં પોતાનું બેટ ક્રીઝની અંદર રાખ્યું નહીં, જેનાથી એક રનની ખોટ થઈ.
હવે ભારતીય ઇનિંગ્સનો મદાર શ્રેયસ ઐયર અને મિડલ ઓર્ડરના બેટ્સમેનો પર છે, જેઓ આ વિકેટ પર સ્થિરતા લાવી શકે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
