<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

મહિલા વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ સેમી ફાઇનલમાં પહોંચ્યું : દિલધડક મેચમાં ભારતનો માત્ર ચાર રનથી પરાજય

ભારતીય ટીમ 289 રનના તોતિંગ લક્ષ્યાંક સામે 50 ઓવરમાં છ વિકેટે 284 રન કરી શકી:સ્મૃતિ મંધાના (88 રન, 94 બૉલ) અને દીપ્તિ શર્મા (50 રન, 57 બૉલ) ની મહેનત પાણીમાં ગઈ

ઇન્દોરઃ હરમનપ્રીત કૌર (70 રન, 70 બૉલ, 10 ફોર)ના સુકાનમાં વિમેન ઇન બ્લુએ અહીં વન-ડે વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડને જોરદાર લડત આપી હતી, પણ છેવટે દિલધડક મુકાબલામાં ભારતનો માત્ર ચાર રનના તફાવતથી પરાજય થયો હતો. ઇંગ્લેન્ડ સેમિમાં પહોંચી ગયું છે.

ભારતીય ટીમ 289 રનના તોતિંગ લક્ષ્યાંક સામે 50 ઓવરમાં છ વિકેટે 284 રન કરી શકી હતી. વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (88 રન, 94 બૉલ, આઠ ફોર) અને દીપ્તિ શર્મા (50 રન, 57 બૉલ, પાંચ ફોર)ની ફટકાબાજી સહિતની બધી મહેનત પાણીમાં ગઈ હતી.  

પાંચ બ્રિટિશ બોલરમાંથી નૅટ સિવરે બે તેમ જ બીજી ચાર બોલરે એક-એક વિકેટ લીધી હતી. એ પહેલાં, ઇંગ્લૅન્ડની  ટીમે ટૉસ જીતીને બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં આઠ વિકેટે 288 રન કર્યા હતા. મિડલ-ઑર્ડરની બૅટર હીધર નાઇટે 109 રન અને વિકેટકીપર ઍમી જોન્સે 56 રન કર્યા હતા.

બ્રિટિશ ટીમની આઠમાંથી ચાર વિકેટ સ્પિનર દીપ્તિ શર્માએ તથા બે વિકેટ બીજી સ્પિનર શ્રી ચરનીએ લીધી હતી. હીધર નાઇટ સહિત બે બૅટર રનઆઉટ થઈ હતી. ભારતીય ટીમ સામે 289 રનનો પડકારરૂપ લક્ષ્યાંક છે. સેમિ ફાઇનલમાં પહોંચવા ભારત સામે પડકારો વધી ગયા છે. ભારતે હવે ન્યૂ ઝીલૅન્ડ અને બાંગ્લાદેશ સામે જીતવું જ પડશે.

 



 

(11:41 PM IST)