<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

નવેમ્‍બરમાં બેંગલુરુમાં રમાશે અંડર-૧૯ ક્રિકેટની ટ્રાઇ-સિરીઝ અફઘાનિસ્‍તાનની ટીમ ભારત આવશે

આ સિરીઝમાં યજમાન ભારતની બે ટીમો, ભારત અંડર-૧૯ એ અને ભારત અંડર-૧૯ બી ભાગ લેશે

બેંગલુરુઃ  ક્રિકેટના ચાહકો માટે સારા સમાચાર છે. અફઘાનિસ્‍તાન ક્રિકેટ ટીમની અંડર-૧૯ ટીમ નવેમ્‍બર મહિનામાં ભારતની મુલાકાતે આવશે અને બેંગલુરુના નેશનલ ક્રિકેટ એકેડમી સ્‍થિત સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ  ખાતે ત્રિકોણીય શ્રેણી રમશે.

કાર્યક્રમની શરૂઆત ૧૭ નવેમ્‍બર, ૨૦૨૫ના રોજ ભારત એ અને ભારત બી વચ્‍ચેના મુકાબલાથી થશે. અફઘાનિસ્‍તાન અંડર-૧૯ ટીમ પોતાનો પ્રથમ મુકાબલો ૧૯ નવેમ્‍બર, ૨૦૨૫ના રોજ ભારત અંડર-૧૯ બી સામે રમશે.

ક્રિકેટ બોર્ડના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ ત્રિકોણીય શ્રેણી અફઘાનિસ્‍તાન અને ભારતની યુવા ટીમો માટે આગામી એશિયા કપ અને ઝિમ્‍બાબ્‍વે-નામિબિયામાં યોજાનારા વર્લ્‍ડ કપ જેવી મોટી ટુર્નામેન્‍ટ્‍સ પહેલા શ્રેષ્ઠ સ્‍પર્ધાત્‍મક અનુભવ પૂરી પાડશે.

(11:16 AM IST)