News of Tuesday, 21st October 2025
ગુરૂવારે બીજો વન-ડેઃ ટીમ ઇન્ડિયા સિરીઝ સરભર કરવા મેદાનમાં ઉતરશે
રોહિત-વિરાટે બેટીંગમાં ચમત્કાર બતાવવો પડશે ટીમમાં ફેરફારની શકયતાઃ બીજો મેચ જીતવો પડશે નહિ તો સિરીઝ હારવાનો ભય

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચ ૨૩ ઓક્ટોબર, ગુરુવારના રોજ એડિલેડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે ૯ વાગ્યે શરૂ થશે.
ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલની વાત કરીએ તો, ભારતીય ટીમનો અહીં ખૂબ જ સારો વનડે રેકોર્ડ છે. અત્યાર સુધી ભારતે અહીં ૧૫ મેચ રમી છે, જેમાં ૯ જીતી છે અને ૫ હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકા સામેની એક મેચ પણ ટાઇ રહી હતી. આ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી છ મેચમાંથી ભારતે બે જીતી છે અને ચાર હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ૨૦૨૦માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વન-ડે સીરિઝ જીતી હતી. ૨૦૧૯ માં, ભારતે દ્યરઆંગણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
જો ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સીરિઝમાં ટકી રહેવા માગે છે, તો તેણે ૨૩ ઓક્ટોબરે એડિલેડમાં મેચ જીતવી પડશે. તે પછી જ તેઓ સીરિઝ ૧-૧ થી બરાબર કરશે. આ પછી, ભારત ૨૫ ઓક્ટોબરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામે તેની અંતિમ મેચ રમશે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
