<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

‘છેલ્લી વખત સિડનીને ગૂડબાય...' ભારત પરત ફરતા પહેલા રોહિત શર્માની ભાવુક પોસ્‍ટ

ઓસ્‍ટ્રેલિયા સામે ટીમ ઈન્‍ડિયાની ત્રણ મેચની વનડે સીરિઝ પૂરી થઈ, આ સીરીઝ ઓસ્‍ટ્રેલિયાએ જીતી પણ આકર્ષણનું કેન્‍દ્ર ROKO જોડી રહી છે. ટીમ ઈન્‍ડિયાના પૂર્વ કેપ્‍ટન રોહિત શર્માને આ સીરિઝમાં પ્‍લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્‍યો. તેણે અણનમ રહી સદી ફટકારી હતી. વિરાટ કોહલી પણ અંતિમ મેચમાં દમદાર રમી ચાહકોનું દિલ જીતી લીધુ હતું. રોહિત અને વિરાટ કોહલી જે રીતે રમ્‍યા તેનાથી ૨૦૨૭ વર્લ્‍ડ કપ માટે તેમની આશા જીવંત રહી.

હવે, આ સીરિઝ પછી, રોહિત શર્મા ઘરે પરત ફર્યો છે. ઘરે પાછા ફરતા પહેલાં તેણે પોતાના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર એક ભાવનાત્‍મક પોસ્‍ટ પોસ્‍ટ કરી હતી. આ પોસ્‍ટમાં, તેણે લખ્‍યું, 'છેલ્‍લી વખત સિડનીને ગુડબાય.' ભારત અને ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચેની ત્રીજી વનડે સિડનીમાં રમાઈ હતી, જ્‍યાં રોહિતે અણનમ સદી ફટકારી અને ભારતને ૯ વિકેટથી વિજય અપાવ્‍યો હતો.

(10:25 AM IST)