<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

મહિલા વન-ડે વિશ્વ કપઃ ૩૦મીએ ભારત અને ઓસ્‍ટ્રેલીયા વચ્‍ચે મુકાબલો!

નવી મુંબઈઃ આઈસીસી મહિલા વન-ડે વિશ્વ કપ ૨૦૨૫ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. જોકે, ટૂર્નામેન્‍ટમાં વરસાદે અનેક મેચોમાં વિઘ્‍ન પાડ્‍યું છે. ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચે ગઇ કાલનો લીગનો છેલ્‍લો મેચ પણ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો. આ મેચ પણ વરસાદના કારણે રદ થતાં બંને ટીમોને ૧-૧ પોઈન્‍ટ વહેંચવામાં આવ્‍યો હતો.

જોકે, ભારતીય ટીમ અગાઉ જ સેમિફાઇનલમાં પહોંચી ચૂકી હતી. પોઈન્‍ટ્‍સ ટેબલના આધારે, ટીમ ઈન્‍ડિયા હવે ૩૦ ઓક્‍ટોબરના રોજ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્‍ટેડિયમમાં બીજી સેમિફાઇનલ મેચ રમશે.

સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્‍ટ્રેલિયા સામે થઈ શકે છે. ઓસ્‍ટ્રેલિયાની ટીમ ૧૧ પોઈન્‍ટ સાથે ટોપ પર છે, જ્‍યારે સાઉથ આફ્રિકા ૧૦ પોઈન્‍ટ સાથે બીજા સ્‍થાને અને ઈંગ્‍લેન્‍ડ ૯ પોઈન્‍ટ સાથે ત્રીજા સ્‍થાને છે.

(2:07 PM IST)