હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
છ ખેલાડીઓ ઓસ્ટ્રેલીયાથી પરત ફર્યાઃ બુધવારથી ટી-૨૦ જંગ
વન-ડે સિરીઝનો હારનો ગમ ભુલાવી હવે ટીમ ઇન્ડિયા ટી-૨૦માં સૂર્યાની આગેવાનીમાં કાંગારૂઓને પછાડવા સજજ

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૩ મેચની વન-ડે સિરીઝમાં શ્રેણી રમાઈ હતી, જેમાં યજમાન ટીમે ૨-૧થી જીત મેળવી હતી. હવે વન-ડે પછી, ૫ મેચની ટી૨૦ શ્રેણી રમાશે, જેનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે. ટી૨૦ શ્રેણી માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવશે, કારણ કે વન-ડે શ્રેણીમાં ભાગ લેનારા કુલ ૬ ખેલાડીઓ ટી૨૦ શ્રેણીનો ભાગ નથી.
વનડેમાં હાર બાદ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર અને પ્રખ્યાત કૃષ્ણને પાંચ શ્રેણીની ટી ૨૦ સીરિઝમાંથી બહાર રખાયા છે. જોકે, રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી૨૦ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.
ટી૨૦ સિરીઝ માટે ભારતની ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને રાણાવીન (વિકેટકીપર) વોશિગ્ટન સુંદર.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
