તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
મહિલા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે સ્મૃતિ મંધાના પાસે ઈતિહાસ રચવાની તક
મહિલા વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં ટીમ ઇન્ડિયાની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના એક ખાસ રેકોર્ડ બનાવી શકે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ODI વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ 30 ઓક્ટોબરે નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ હાઇ-વોલ્ટેજ મેચમાં, ટીમ ઇન્ડિયાની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના એક ખાસ રેકોર્ડ બનાવી શકે છે
વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ ગુરુવાર 30 ઓક્ટોબરના રોજ ભારત અને 7 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે છે. જીતનારી ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકાની ટીમ સાથે ટકરાશે. સાઉથ આફ્રિકાની ટીમ પહેલી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવી પહેલી વખત ફાઈનલમાં પહોંચી છે.
ભારતીય ટીમ જો સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દે છે. તો પહેલી વખત વર્લ્ડકપ જીતવાને નજીક પહોંચશે. આ માટે ભારતીય મહિલા બેટ્સમેન અને બોલરોએ પોતાનું બેસ્ટ પ્રદર્શન આપવું પડશે. સ્મૃતિ મંધાનાની પાસે મોટી આશા છે. તેની પાસે અનેક રેકોર્ડ પોતાના નામ કરી ઈતિહાસ રચવાની તક છે.
સ્મૃતિ મંધાના વર્લ્ડકપની મેચમાં 1000 રન બનાવવાથી માત્ર 76 રન દુર છે. ભારતના 2 ખેલાડીઓ આ સફળતા પહેલા જ મેળવી ચૂકી છે.
મિતાલી રાજે વર્લ્ડકપની મેચમાં વધારે રન બનાવ્યા છે. તેમજ કેપ્ટન હરમનપ્રીત કૌરના નામે 1027 રન છે. સ્મૃતિ મંધાના પાસે વર્લ્ડકપમાં 924 રન છે અને જો તે 76 રન બનાવી લે છે. તો વર્લ્ડકપમાં 1000 રન પુરા કરનારી ભારતની ત્રીજી મહિલા બેટ્સમેન બનશે.
સ્મૃતિ મંધાનાએ આ વર્લ્ડકપમાં અત્યારસુધી 7 ઈનિગ્સમાં 60.83ની સરેરાશથી 365 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 2 અડધી સદી સામેલ છે. તેની પાસે વર્લ્ડકપમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેન બનવાની તક છે.
સ્મૃતિ મંધાના આ વર્ષે મહિલા ક્રિકેટમાં કોઈ એક કેલેન્ડર યરમાં સૌથી વધારે ઓડીઆઈ રન બનાવવાનો રેકોર્ડ બનાવી ચૂકી છે
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
