તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
વેલડન...વૂમન્સ ટીમ ઈન્ડિયાઃ જેમિમા-હરમનની જેડીએ રંગ રાખ્યો
વૂમન્સ વર્લ્ડકપની સેમીફાઈનલમાં કાંગારૂઓને પછાડી ભારત દબદબાભેર ફાઈનલમાં: હવે ચેમ્પિયન બનવા એક ડગલુ દૂર જેમિમા રોડ્રીગ્સની અણનમ (૧૨૭ રન) સદી, હરમન પ્રિત કૌરએ ૮૯ રન ફટકાર્યાઃ રવિવારે ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ફાઈનલ મુકાબલો

નવી દિલ્હીઃ આઇસીસી મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫ની બીજી સેમિફાઇનલ મેચ ગુરુવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવી મુંબઇમાં રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમએ પ્રથમ બેટિગ કરતા ભારતને ૩૩૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમએ ૪૮.૩ ઓવરમાં જીત મેળવી હતી. અને ૫ વિકેટ ગુમાવી ૩૪૧ રન બનાવ્યા હતા. ભારતીય ટીમએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જેમિમા-હરમનની જોડીએ રંગ રાખ્યો હતો.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને પહેલા બેટિગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાએ લિચફિલ્ડની સદી અને પેરી ગાર્ડનરની અડધી સદીની મદદથી ભારતને ૩૩૯ રનનો લક્ષ્યાંક આપ્યો. ભારત આ લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી. ભારતીય ટીમએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
૩૩૯ રનનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત સારી નહોતી. પ્રતિકા રાવલની ઈજા બાદ ટીમમાં સામેલ થયેલી શેફાલી વર્મા સારું પ્રદર્શન કરી શકી નહીં. તેણીએ માત્ર ૧૦ રન બનાવ્યા. ત્યારબાદ ૧૦મી ઓવરમાં સ્મૃતિ મંધાનાએ ૨૪ રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી દીધી. જોકે હરમનપ્રીત અને જેમીમાહે મજબૂત ભાગીદારી બનાવી. તેમણે ૧૮મી ઓવરમાં ભારતનો સ્કોર ૧૦૦ને પાર પહોંચાડ્યો, જેમાં સદીની ભાગીદારી થઈ. જોકે ૩૬મી ઓવરમાં ભારતને ત્રીજો ઝટકો લાગ્યો જ્યારે કેપ્ટન હરમનપ્રીત ૮૯ રન બનાવીને આઉટ થઈ ગઈ. હરમનપ્રીત અને જેમીમાએ ૧૬૭ રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતીય ટીમએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
પહેલા બેટિંગ કરી રહેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી નહોતી. કેપ્ટન એલિસ હીલી માત્ર ૫ રન બનાવીને આઉટ થઈ ગઈ. જોકે લિચફિલ્ડ અને એલિસ પેરી વચ્ચે સદીની ભાગીદારી થઈ. લિચફિલ્ડે વિસ્ફોટક બેટિગ કરી, ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૨૦ ઓવર પછી ૧૩૦ રનને પાર પહોંચાડ્યો. જોકે લિચફિલ્ડ એક બાજુ ટકી રહી અને તેણે ૭૭ બોલમાં ધમાકેદાર સદી ફટકારી. જોકે ઓસ્ટ્રેલિયાને ૨૮મી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો જ્યારે અમનજોત કૌરે લિચફિલ્ડને બોલ્ડ કરી. લિચફિલ્ડે ૯૩ બોલમાં ૧૧૯ રન બનાવ્યા, ઓસ્ટ્રેલિયાને ૩૪મી ઓવરમાં ત્રીજો ઝટકો લાગ્યો જ્યારે બેથ મૂનીને શ્રી ચારાનીએ આઉટ કરી. મૂનીએ ૨૪ રન બનાવ્યા.
ત્યારબાદ શ્રીચરાનીએ ૩૬મી ઓવરમાં સધરલેન્ડને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી. ભારતની પાંચમી સફળતા ૪૦મી ઓવરમાં આવી જ્યારે રાધાએ એલિસ પેરીને આઉટ કરી. પેરીએ ૭૭ રન બનાવ્યા. ત્યારબાદ મેકગ્રા ૪૩મી ઓવરમાં રન આઉટ કરી. ત્યારબાદ એશ્લે ગાર્ડનરે ધમાકેદાર અડધી સદી ફટકારી, પરંતુ ઓસ્ટ્રેલિયા ૪૯.૫ ઓવરમાં ૩૩૮ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
હવે તા.૨ નવેમ્બરના ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઈનલ મુકાબલો બપોરે ૩ વાગ્યાથી રમાશે.(૪૦.૩૦)
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
