<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ઐતિહાસિક જીતની ભાવુક ઉજવણીઃ ધ્રુસકે ધ્રુસકે રડી પડી જેમિમા, મેચ બાદ કહ્યું- માનસિક રીતે પરેશાન હતી

મારા માતા-પિતાની આભારી છું, તેમના વિના આ શક્‍ય નહોતું

નવી દિલ્‍હીઃ આઇસીસી મહિલા વર્લ્‍ડકપ ૨૦૨૫ની સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્‍ટ્રેલિયાને પછાડી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમ માટે જીતની હીરો ત્રીજા ક્રમ પર બેટિગ કરવા આવેલી જેમિમા રોડ્રિગ્‍ઝ રહી. મેચ બાદ જેમિમા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણે ૧૩૪ બોલમાં ૯૪.૭૭ સ્‍ટ્રાઈક રેટથી ૧૨૭ રન ફટકાર્યા. મેચ બાદ તેને પ્‍લેયર ઓફ ધ મેચનો ઍવોર્ડ પણ આપવામાં આવ્‍યો. જેમિમાએ મેચમાં ૧૪ ચોગ્‍ગા પણ ફટકાર્યા.

ઓસ્‍ટ્રેલિયા વિરુદ્ધ મહત્ત્વપૂર્ણ મેચ જીત્‍યા બાદ જેમિમા મેદાન પર જ રડી પડી. ઍવોર્ડ લેતા સમયે પણ તેની આંખોમાં આંસુ દેખાયા. તેણે કહ્યું, કે 'હું મારા માતા પિતાની આભારી છું. તેમના વિના આ શક્‍ય નહોતું. ગઈ વખતે મને વર્લ્‍ડકપમાં રમવાનો મોકો નહોતો પણ આ વખતે મળ્‍યો. હું માનસિક રીતે પરેશાન હતી. મેં બાઈબલ વાંચી જેનાથી મને મદદ મળી. આટલી મોટી સંખ્‍યામાં લોકો અમારું સમર્થન કરવા આવ્‍યા તે બદલ આભાર. જીત બાદ ભારતીય ટીમની કેપ્‍ટન હરમનપ્રીત કૌર પણ પવેલીયનમાં રડી પડી હતી. તેણે પણ મેચમાં ૮૯ રન ફટકારી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્‍યું હતું.

(11:23 AM IST)