તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
શ્રેયસ ઐયરને સિડની હોસ્પિટલમાંથી રજા અપાઈ, બીસીસીઆઈએ અપડેટ જાહેર કરી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર ઓસ્ટ્રેલિયા સામે સિડની વનડેમાં ઘાયલ થયો હતો. પાછળ દોડતી વખતે તેણે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર-બેટ્સમેન એલેક્સ કેરીનો કેચ લીધો. કેચ દરમિયાન તે જમીન પર પડી ગયો અને પેટમાં ગંભીર ઈજા થઈ. તેના બરોળમાં કાપ અને આંતરિક રક્તસ્ત્રાવ થયો. શ્રેયરસને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને થોડા દિવસો આઈસીયુમાં વિતાવ્યા હતા.
બીસીસીઆઈ એ જણાવ્યું છે કે શ્રેયસ ઐયરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પરંતુ તે હાલ સિડનીમાં જ રહેશે. બોર્ડ અનુસાર શ્રેયસની રિકવરી સારી રીતે ચાલી રહી છે. બીસીસીઆઈએ શ્રેયસની સારવારમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ડોક્ટરોનો આભાર માન્યો હતો. શ્રેયસ ઐયર હવે સ્થિર છે અને સ્વસ્થ બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની રિકવરીથી ખુશ છે, અને તેને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બીસીસીઆઈ આજે ડો.કૌરુશ હાધિધી અને સિડનીમાં તેમની ટીમ તેમજ ડો.દિનશા પારડીવાલાનો આભાર વ્યક્ત કર્યો હતો
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
