News of Sunday, 2nd November 2025
આઇપીએલ-ર૦ર૬માં ટીમોમાં મોટા ફેરફારની શકયતાઃ દિલ્હી અને રાજસ્થાનની ટીમોમાં ખેલાડીઓ બદલાશે ?
સંજુ સેમસન અને કેએલ રાહુલ ટીમો બદલશેઃ આગામી સિઝન પહેલા મોટા ફેરફારોના સંકૈત

મુંબઇ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની શરૂઆત થવામાં લગભગ ચાર મહિનાનો સમય બાકી છે, ત્યારે તમામ ફ્રેન્ચાઈઝી આગામી સિઝન માટે પોતાની ટીમોમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. આ વચ્ચે, એક મોટા અહેવાલ મુજબ, સ્ટાર ખેલાડીઓ સંજુ સેમસન અને કેએલ રાહુલ આગામી સિઝન પહેલા પોતપોતાની ટીમો બદલી શકે છે. આ બંને ખેલાડીઓ માટે ટ્રેડ ડીલ થઈ શકે છે.
અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ સંજુ સેમસન અને કેએલ રાહુલ આઈપીએલ 2026 માં નવી ટીમો સાથે મેદાનમાં ઉતરી શકે છે. દિલ્હી કેપિટલ્સ નો વર્તમાન ખેલાડી કેએલ રાહુલ કોલકાતા નાઈટ રાઈડર્સ માં જોડાઈ શકે છે. જોકે, દિલ્હી કેપિટલ્સ રાહુલને છોડવા તૈયાર નથી, કારણ કે તેની બ્રાન્ડ વેલ્યુ સારી છે. આ સાથે જ તેને ગયા સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
બીજી તરફ, KKR એક અનુભવી કેપ્ટન અને ટોચના ક્રમના બેટ્સમેનની શોધમાં છે, અને તેથી તેઓ રાહુલને પોતાની ટીમમાં લાવવા માંગે છે. રાહુલે IPL 2025 ના મીની-ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સ સાથે કરાર કર્યો હતો. દિલ્હી પહેલાં, તે લખનૌ સુપર જાયન્ટ્સ નો કેપ્ટન હતો.
રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) છોડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકેલા સંજુ સેમસન દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ બની શકે છે. એવી અટકળો છે કે સંભવિત ટ્રેડ ડીલમાં ટ્રિસ્ટન સ્ટબ્સ અને સંજુ સેમસન વચ્ચે અદલાબદલી થઈ શકે છે. જો આમ થશે, તો સ્ટબ્સ રાજસ્થાન જશે જ્યારે સંજુ દિલ્હી પરત ફરશે.
સંજુ સેમસન અગાઉ પણ દિલ્હી કેપિટલ્સ (ત્યારે દિલ્હી ડેરડેવિલ્સ) નો ભાગ રહી ચૂક્યો છે. તેણે IPL 2016 અને 2017 માં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે, તેણે બેટથી ખાસ સારું પ્રદર્શન કર્યું ન હતું. 2016માં, તેણે 14 મેચમાં 26.45 ની સરેરાશથી 291 રન બનાવ્યા હતા. જ્યારે 2017 માં, તેણે 14 મેચમાં 27.57 ની સરેરાશથી 386 રન બનાવ્યા હતા.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
