<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો :મિતાલી રાજનો રેકોર્ડ તોડી નાખ્યો

મંધાના હવે એક જ વર્લ્ડ કપ એડિશનમાં ભારતની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ

નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ રમાઈ રહી છે. વરસાદને કારણે મેચ લગભગ બે કલાક મોડી શરૂ થઈ. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે મજબૂત શરૂઆત કરી, જેમાં ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ મજબૂત શરૂઆત કરી. મંધાનાએ આ મેચમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી, મિતાલી રાજનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

મંધાના હવે એક જ વર્લ્ડ કપ એડિશનમાં ભારતની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. તેણીએ મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો, જેણે 2017 વર્લ્ડ કપમાં 409 રન બનાવ્યા હતા. પરંતુ હવે, મંધાનાએ મિતાલી રાજને પાછળ છોડીને ઇતિહાસ રચ્યો છે. મંધાના વર્લ્ડ કપમાં ઉત્તમ ફોર્મમાં રહી છે, ભારત માટે ઘણી મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે. ફાઇનલમાં પણ, મંધાનાએ પોતાની બેટિંગથી વિરોધી ટીમને પરસેવો પાડી દીધો હતો.
મંધાનાએ આ મેચમાં 58 બોલમાં 45 રન બનાવ્યા. જોકે, તે અડધી સદીથી દૂર રહી. તેણે ક્લો ટ્રાયનના બોલ પર શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટની ધારથી વિકેટકીપરના હાથમાં ગયો. તેણે પોતાની ઇનિંગ દરમિયાન આઠ ચોગ્ગા પણ ફટકાર્યા. તેણે શેફાલી વર્મા સાથે પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી પણ કરી. બંનેએ 104 રનની ભાગીદારી કરીને ભારતને મજબૂત શરૂઆત અપાવી.

મંધાન 2025ના વર્લ્ડ કપમાં અત્યાર સુધી બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણીએ 9 મેચોમાં 9 ઇનિંગ્સમાં 54.25ની સરેરાશથી 434 રન બનાવ્યા છે. મંધાનાએ 1 સદી અને 2 અડધી સદી ફટકારી છે. દક્ષિણ આફ્રિકાની બેટ્સમેન લૌરા વોલ્વાર્ડટ અત્યાર સુધી 470 રન સાથે ટોચ પર છે.

(10:08 PM IST)