<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

વર્લ્‍ડકપ વિજેતા વૂમન્‍સ ટીમ દિલ્‍હી પહોંચીઃ સાંજે વડાપ્રધાન મોદીને મળશેઃ ટીમનું સન્‍માન

નવી દિલ્‍હીઃ હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં વર્લ્‍ડ કપ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને મળવા દિલ્‍હી પહોંચી હતી. ટીમના સભ્‍યોનું એરપોર્ટ પર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. દિલ્‍હીમાં તાજ પેલેસ હોટેલમાં પહોંચ્‍યા પછી ખેલાડીઓ અને સપોર્ટ સ્‍ટાફ પર ગુલાબની પાંખડી વરસાવી સ્‍વાગત કરાયું હતું.

દિલ્‍હીના ઇન્‍દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખાનગી અને ચાર્ટર્ડ વિમાનો માટે નિયુક્‍ત એવિએશન ટર્મિનલ પર ફક્‍ત પત્રકારોનું એક સમૂહ હાજર હતું, કારણ કે સુરક્ષા પ્રોટોકોલને કારણે સામાન્‍ય લોકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવી ન હતી. સ્‍ટાર એરની ખાસ ચાર્ટર્ડ ફલાઇટ (S5 ૮૩૨૮) દ્વારા ટીમ મુંબઈથી દિલ્‍હી આવી હતી.

ભારતીય ટીમ માટે મજબૂત સુરક્ષા પગલાં લેવામાં આવ્‍યા છે. પોલીસ કર્મચારીઓએ ટીમ બસ અને આસપાસના રૂટનું નિરીક્ષણ કર્યું હતું, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી વર્લ્‍ડ કપ વિજેતા ભારતીય મહિલા ટીમનું સન્‍માન કરશે. સમારોહ  આજે રાત્રીના તેમના સત્તાવાર નિવાસસ્‍થાને યોજાશે. વડાપ્રધાન મોદીને મળ્‍યા પછી તેઓ પોતપોતાના શહેરો માટે રવાના થશે. શેફાલી વર્મા પરત ફરશે તેને નાગાલેન્‍ડમાં ઇન્‍ટર-ઝોન ટી૨૦ ટુર્નામેન્‍ટમાં ઉત્તર ઝોન ટીમની કમાન સંભાળવાની છે.

(2:27 PM IST)