<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

ક્રિકેટ જગતના સુપરસ્‍ટાર વિરાટ કોહલીનો આજે જન્‍મ દિવસઃ ૩૮માં વર્ષમાં મંગલ પ્રવેશ

વનડેમાં ૫૦ સદી ટેસ્‍ટ માં ૩૦ સદી, વનડેમાં ૧૩૦૦૦ તો ટેસ્‍ટમાં ૮૮૦૦ રન અને આઇપીએલમાં ૭૮૦૦ રન ફટકાર્યા છેઃ ભારતમાં સૌથી વધુ બ્રાન્‍ડ વેલ્‍યુ ધરાવતો ખેલાડી એટલે વિરાટ કોહલી

(જીતેન્‍દ્ર રૂપારેલિયા.....) વાપીઃ ક્રિકેટ જગતના સુપરસ્‍ટાર અને ભારતીય ક્રિકેટ ટીમના માજી કેપ્‍ટન વિરાટ કોહલી નો આજે એટલે કે ૫ ની નવેમ્‍બર જન્‍મ દિવસ છે.

ચીકુ ઉર્ફે વિરાટ કોહલી ના જન્‍મ દિન વેળા એ તેમના જીવન ની એક ઝલક જોઈએ તો ૫ મી નવેમ્‍બર ૧૯૮૮ ના રોજ દિલ્‍હી ખાતે જન્‍મ પિતાનું નામ પ્રેમ કોહલી અને માતા નું નામ સરોજ કોહલી ,વિરાટે દિલ્‍હી ની વિશ્વભારતી પબ્‍લિક સ્‍કૂલમાં અભ્‍યાસ કરી આગળ ધપ્‍યો બાળપણ થી તેમને અભ્‍યાસ કરતા રમતમાં ખાસ કરીને ક્રિકેટમાં વધુ રસ હતો અને આજે તે ક્રિકેટ જગત નો સુપરસ્‍ટાર સમો છે.

૧૮ મી ઓગસ્‍ટ ૨૦૦૮ ના રોજ તેમની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ જે શ્રીલંકા સામે રમીને શરૂઆત કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ની, વિરાટે પહેલી સદી ફટકારી ૨૪ ડિસેમ્‍બર ૨૦૦૯ ના રોજ  શ્રીલંકા સામે અને શરૂ કર્યા રન બનાવવાના રેકોર્ડ...

૧૨ જુલાઈ ૨૦૧૦ના રોજ ટી ૨૦ માં ઝિમ્‍બાબ્‍વે સામે આંતરરાષ્ટ્રીય ડેબ્‍યુ, તો ૨૦ મી જુન ૨૦૧૧ ના રોજ વેસ્‍ટ ઈન્‍ડિઝ સામે ટેસ્‍ટ ડેબ્‍યૂ,૨૦૧૧ માં મુંબઈ ખાતે વર્લ્‍ડ કપ વિજેતા ટીમ નો ભાગ બન્‍યો અને કિકેટ જગત માં છવાયો,૨૦૧૨ માં વિરાટ પહેલી વખત આઈ સી સી વનડે ઇન્‍ટેનેશનલ ઈન્‍ડિયા પ્‍લેયર જાહેર થયો.

વિરાટની ક્રિકેટમાં સફર પ્રગતિના પંથે આગળ ધપતી ગઈ, ૨૦૧૩માં ચેમ્‍પિયનસ ટ્રોફી વિજેતા ટીમનો ભાગ બન્‍યો, તો વર્ષ ૨૦૧૩ માં વિરાટ આઇપીએલ સીઝન ૬ માં પહેલી વખત આરસીબી માં કેપ્‍ટન બન્‍યો ત્‍યાર બાદ વર્ષ આપણી ટીમ માં કેપ્‍ટન ધોની નિવૃત થતા ૧૮ મી ડિસેમ્‍બર ૨૦૧૪ના રોજ વિરાજ કેપ્‍ટન બન્‍યો.

૨૦૧૫ માં વર્લ્‍ડકપમાં ભારતને સેમિફાઇનલમાં પહોંચાડ્‍યું, ૨૦૧૬માં કોહલી ટી ૨૦ વર્લ્‍ડકપમાં સૌથી વધુ રન બનાવી મેન ઓફ ધ ટુર્નામેન્‍ટ જાહેર થયો, આગળ વધીને વર્ષ ૨૦૧૭માં ઓડિઆઈ અને અને ટી ૨૦ માં કેપ્‍ટન તરીકે જવાબદારી સંભાળી.

૨૦૧૮માં દક્ષિણ આફ્રિકા ના પ્રવાસ માં કોહલી એ બે સદી ફટકારી ભારતીય કેપ્‍ટન તરીકે દક્ષિણ આફ્રિકા ની ધરતી ઉપર પ્રથમ ટેસ્‍ટ જીતી, આજ વર્ષ માં ઈંગ્‍લેન્‍ડ સામે શાનદાર પ્રદર્શન કર્યા બાદ ઓસ્‍ટ્રેલિયા માં ટેસ્‍ટ સિરીઝ જીતનાર પ્રથમ ભારતીય કેપ્‍ટન બન્‍યો

વિક્રમો તોડવા અને સર્જવાના રેકોર્ડ સાથે વિરાટ આગળ વધતો જ રહ્યો કોહલીના નેતૃત્‍વ હેઠળ ૨૦૨૦માં ભારતે ન્‍યૂઝીલેન્‍ડ સામે ટી ૨૦ સીરીઝ જીતી , નવેમ્‍બર ૨૦૨૦માં વિરાટે આઇપીએલ માં ૬૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્‍યો, સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ ટી ૨૦ના કેપ્‍ટન તરીકે રાજીનામું આપ્‍યું,વિરાટે ડિસેમ્‍બર ૨૦૨૧ માં ટેસ્‍ટ કેપ્‍ટનશિપ છોડવાની કરી જાહેરાત પરંતુ હજુ માઈલ સ્‍ટોન ક્રોસ કરવા ના હતા

૧૫મી નવેમ્‍બર ૨૦૨૩ના રોજ ૫૦મી ઓ ડી આઈ માં ૫૦ મી સદી ફટકારી સચિન તેંડુલકરનો ૪૯ મી સદીનો રેકોર્ડ તોડ્‍યો, વર્ષ ૨૦૨૫માં આરસીબી માટે રમી સતત ૧૭ મી સીઝન રમી સૌથી વધુ સમય એક જ ટીમ સાથે રહેનાર ખેલાડી બન્‍યો.

વિરાટ કોહલીની ક્રિકેટ કારકિર્દીને આંકડામાં જોઈએ તો ૧૧૩ ટેસ્‍ટ માં ૮૮૦૦ થી વધુ રન,૩૦ સદી અને ૨૮ ફિફટી, સરેરાશ ૪૯.૨% , ૨૯૨ ઓડિઆઈમાં ૧૩૨૦૦ જેટલા રન ૫૦ સદી અને ૭૦ ફિફટી સરેરાશ ૫૭ ્રુ, ટી ૨૦માં ૧૧૭ મેચ ૪૦૦૦ રન જેમાં ૧ સદી અને ૩૭ ફિફટી તો સરેરાશ ૫૧% , જ્‍યારે આઇપીએલ માં ૨૫૦ મેચ ૭૮૦૦ રન ૮ સદી અને ૬૦ અર્ધ સદી ૩૮% ની સરેરાશે કર્યા છે.

વિરાટે તેમની પ્રેમિકા અનુષ્‍કા શર્મા સાથે અતિ ગોપનીય રીતે ઈટલી ખાતે ૧૧ ડિસેમ્‍બર ૨૦૧૭ના રોજ લગ્ન કર્યા તેમના આ દાંપત્‍યજીવન દરમ્‍યાન તેમને વામીકા નામે પુત્રી અને એકાય નામે પુત્ર છે, દરેક પ્રવાસ બાદ કોહલી પરિવાર માટે અચૂક સમય કાઢે છે.

વિરાટ ક્રિકેટ ઉપરાંત મોડલ તરીકે અનેક નામાંકિત પુમા, એમ આર એફ,  ટીસોટ  જેવી બ્રાન્‍ડ સાથે જોડાયેલ છે, ભારત માં સૌથી વધુ બ્રાન્‍ડ વેલ્‍યુ ધરાવતી ખેલાડી છે વિરાટ, અર્જુન એવોર્ડ, પદ્મશ્રી, રાજીવગાંધી ખેલ રત્‍ન એવોર્ડ સહિતના અનેક એવોર્ડ મેળવ્‍યા છે વિરાટે આવા વિરાટ વ્‍યક્‍તિત્‍વના માલિક વિરાટ કોહલી આજે ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્‍યારે વિરાટ ને વધુ એકવાર શુભેછા.. હેપી બર્થડે વિરાટ..

(2:48 PM IST)