News of Thursday, 6th November 2025
આફ્રિકા સામેની ટેસ્ટ સિરઝ માટે પંતની એન્ટ્રી, આકાશદીપની પણ વાપસીઃ વન-ડેમાં રોહિત-કોહલી બહાર
ભારત ઘરઆંગણે આફ્રિકા સામે બે ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચોની સિરીઝ રમશેઃ પ્રસિધ્ધ કૃષ્ણ બહારઃ એન જગદિશન બેકઅપ વિેકેટકીપર તરીકે સામેલ

નવી દિલ્હીઃ ભારતીય ટીમ ટૂંક સમયમાં ફરીથી ટેસ્ટ માટે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. પહેલી મેચ ૧૪ નવેમ્બરથી કોલકાતામાં રમાશે. આ દરમિયાન, બીસીસીઆઇએ આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ઋષભ પંત ફરી એકવાર ટીમમાં વાપસી કરી ચૂક્યા છે. જોકે, ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા નથી. ટીમની કમાન ફરી એકવાર શુભમન ગિલ પાસે રહેશે. ઋષભ પંતને ફરીથી ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
રોહિત અને કોહલી બંનેએ ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ હવે તેમને દક્ષિણ આફ્રિકા સામેની આગામી ત્રણ મેચની વન-ડેશ્રેણી માટે ટીમ ઇન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.
ઋષભ પંત ઇંગ્લેન્ડ શ્રેણી દરમિયાન ઘાયલ થયો હતો ધ્રુવ જુરેલે વિકેટકીપિગની જવાબદારી સંભાળી હતી. એન. જગદીસનને પણ બેકઅપ કીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. હવે જગદીસન બહાર છે, અને પંત તેમના સ્થાને પાછો ફર્યો છે. પંત હવે વિકેટકીપિગ માટે પ્રાથમિક પસંદગી હશે. ધ્રુવ જુરેલને બેટ્સમેન તરીકે તક આપવામાં આવી શકે છે.
બોલિંગ વિભાગમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે ટીમમાંથી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર કરવામાં આવ્યો છે. તેની જગ્યાએ આકાશ દીપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આકાશ દીપ પણ પાછો ફર્યો છે. પ્રસિદ્ધ હાલમાં ઇન્ડિયા એ ટીમનો ભાગ છે, તેથી તેને આ ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. બાકીની ટીમ પાછલી વેસ્ટ ઇન્ડીઝ શ્રેણી દરમિયાન જેવી હતી તેવી જ છે. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ફરી એકવાર ઓપનિગ જોડી તરીકે જોવા મળશે. આકાશદીપ, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ સાથે ઝડપી બોલિગ આક્રમણનું નેતૃત્વ કરશે.
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા શ્રેણીની પહેલી મેચ ૧૪ નવેમ્બરથી કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. બીજી મેચ ૨૨ નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે. ભારતીય ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, વોશિગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતીશ કુમાર, દીપીશ કુમાર, દીપિકા, અક્ષુલ રેડ્ડી. (૩૮.૨૧)
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
