<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

આવતા વર્ષે RCB ટીમના નવા માલીક હશે? ડિયાજિયો ખરીદી લ્‍યે તેવી સંભાવના

નવી દિલ્‍હીઃ થોડા સમય પહેલા, એવા અહેવાલો આવ્‍યા હતા કે આઈપીએલનો ગત વર્ષનો ખિતાબ જીતનાર રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોરના માલિકો ટીમ વેચી શકે છે. આ સમાચાર હવે મોટાભાગે સાચા સાબિત થઈ રહ્યા છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર હાલમાં વેચાણ પર છે. આઈપીએલ ફ્રેન્‍ચાઇઝ દ્વારા કરવામાં આવેલા ખુલાસાના અનુસાર, આઈપીએલ અને ડબલ્‍યુપીએલ ટીમોની માલિકી ધરાવતી કંપની, ડિયાજીયો એ આરસીબી ની વેચાણ પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને એવી અપેક્ષા છે કે આ વેચાણ પ્રક્રિયા ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થઈ જશે.

ડિયાજિયોએ ૫ નવેમ્‍બરના રોજ બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેન્‍જને એક સંદેશ મોકલ્‍યો હતો, જેમાં જણાવાયું હતું કે બ્રિટિશ કંપની રોયલ ચેલેન્‍જર્સ સ્‍પોર્ટ્‍સ પ્રાઇવેટ લિમિટેડમાં તેના રોકાણની વ્‍યૂહાત્‍મક સમીક્ષા કરી રહી છે. રોયલ ચેલેન્‍જર્સ સ્‍પોર્ટ્‍સ પ્રાઇવેટ લિમિટેડએ ડિયાજિયોની ભારતીય પેટાકંપની, યુનાઇટેડ સ્‍પિરિટ્‍સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.

(10:45 AM IST)