તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
ઓસ્ટ્રેલિયાએ એશિઝ ટેસ્ટ ટીમની જાહેરાતઃ કોન્સ્ટાસ બહાર, લાબુશેનની એન્ટ્રીઃ પ્રથમ ટેસ્ટમાં સ્ટીવ સ્મિથ કેપ્ટન
કમિન્સ બીજા મેચથી પાછો ફરશે, કેમેરોન ગ્રીનને પણ ટીમમાં સ્થાન

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ ૨૧ નવેમ્બરથી પર્થમાં શરૂ થનારી પ્રથમ એશિઝ ટેસ્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. માર્નસ લાબુશેન કાંગારૂઓની ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે યુવા ઓપનર સેમ કોન્સ્ટાસને બહાર રાખવામાં આવ્યો છે. ડાબોડી બેટ્સમેન જેક વેધરલ્ડ ૧૫ સભ્યોની ટીમમાં નવો ખેલાડી છે. કમિન્સની ટીમમાંથી બહાર થયા બાદ, ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે સાથી બેટ્સમેન ટ્રેવિસ હેડ, ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન અને બ્યુ વેબસ્ટર ટોચના છ ખેલાડીઓમાં સ્થાન મેળવે તેવી શક્યતા છે.
શેફિલ્ડ શીલ્ડ સીઝનમાં મજબૂત શરૂઆત બાદ લાબુશેનને પાછો બોલાવવામાં આવ્યો છે, જ્યારે ઉસ્માન ખ્વાજાના તાજેતરના ઓપનિગ પાર્ટનર, કોન્સ્ટાસને આ વર્ષની શરૂઆતમાં કેરેબિયનમાં ઓસ્ટ્રેલિયાના છેલ્લા ટેસ્ટ અભિયાનમાં ૩, ૫, ૨૫, ૦, ૧૭ અને ૦ ના સ્કોર બાદ સંપૂર્ણપણે બહાર કરી દેવામાં આવ્યો છે.લાબુશેન અને વેધરલ્ડ બંને હવે ઇંગ્લેન્ડ સામે ખ્વાજા સાથે નવી બોલ શેર કરવા માટે સ્પર્ધામાં છે.
મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઙ્કઆ ટીમ અમને સારું સંતુલન પૂરું પાડે છે, અને પસંદ કરાયેલા ૧૪ ખેલાડીઓ શેફિલ્ડ શીલ્ડના આગામી રાઉન્ડમાં રમશે, તેથી અમે પ્રથમ ટેસ્ટની શરૂઆતની નજીક આવતાની સાથે માહિતી એકત્રિત કરવાનું ચાલુ રાખીશું. ઓસ્ટ્રેલિયાને આશા છે કે પર્થમાં ટીમમાં જોડાતા કમિન્સ શ્રેણીમાં પાછળથી પાછા ફરશે
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
