તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
ICC વન-ડે રેન્કીંગમાં હીટમેન ટોચના સ્થાનેઃ ગિલ ચોથા અને ઐયર નવમાં સ્થાને
ડેરિલ મિશેલ ત્રીજા, રચિન રવિન્દ્ર ૧૪માં સ્થાને પહોંચી ગયો

મુંબઈઃ આઈસીસી રેન્કિંગ ફરી એકવાર અપડેટ કરવામાં આવ્યું છે. આ વર્ષના રેન્કિંગની ખાસ વાત એ છે કે રોહિત શર્માએ પોતાનું નંબર વન સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ભારતના નવા વન-ડે કેપ્ટન શુભમન ગિલ અને પાકિસ્તાનના બાબર આઝમ બંનેનું સ્થાન ઘટી ગયું છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાનું નંબર વન સ્થાન જાળવી રાખ્યું છે. તેમનું રેટિંગ હાલમાં ૭૮૧ છે. અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન ૭૪૬ રેટિગ સાથે બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ બે સ્થાનની છલાંગ લગાવીને ૭૪૬ રેટિગ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. શુભમન ગિલના વધુ એક સ્થાન નીચે ગયો છે. તેનું રેટિંગ ૭૪૫ છે, અને તે હવે ચોથા સ્થાને પહોંચ્યો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ પણ એક સ્થાન નીચે ગયો છે, ૭૨૮ ના રેટિગ સાથે પાંચમાં ક્રમે આવી ગયા છે. ભારતના શ્રેયસ ઐયર ૯મા ક્રમે યથાવત છે. ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર ૬૫૨ના રેટિંગ સાથે ચાર સ્થાનના ઉછાળા સાથે ૧૪મા ક્રમે પહોંચી ગયા છે. આનાથી ભારતના કેએલ રાહુલને એક સ્થાન નીચે ૧૬મા ક્રમે આવવાની ફરજ પડી છે
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
