તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
હું મારા ગિટાર સાથે તૈયાર છું, તમે માઈક સાથે તૈયાર હશો
જેમિમાએ ગાવસકરને વર્લ્ડ કપ જીતી ગયા બાદ સાથે ગાવાના વચનની યાદ અપાવી

નવી દિલ્હી તા.૬: ફાઇનલ પહેલાં લેજન્ડ ક્રિકેટર સુનીલ ગાવસકરે જાહેર કર્યું હતું કે જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતશે તો હું જેમિમા રોડ્રિગ્સ સાથે ગીત ગાઈને સેલિબ્રેશન કરીશ. હવે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની ગઈ છે ત્યારે જેમિમાએ સોશ્યલ મીડિયામાં એક વિડિયો શેર કરીને ગાવસ્કરને એ વાતની યાદ અપાવી હતી.
થોડાં વર્ષો પહેલાં એક કાર્યક્રમમાં ગાવસ્કરે જેમિમા સાથે એક ગીત ગાયું હતું અને તેમને એ ખૂબ ગમ્યું હતું એથી તેમણે કહ્યું હતું કે જો જેમિમાને મારા જેવા વૃદ્ધ માણસ સાથે પર્ફોર્મ કરવામાં વાંધો ન હોય તો હું ફરી એવું કરવા તૈયાર છું. જેમિમાએ ગાવસ્કરને એ યાદ અપાવતાં તેના વિડિયોમાં કહ્યું હતું કે ‘નમસ્તે સુનીલ ગાવસ્કર સર, મેં તમારો મેસેજ જોયો અને તમે કહ્યું હતું કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો આપણે સાથે ગાઈશું. એટલે હું મારા ગિટાર સાથે તૈયાર છું. મને આશા છે કે તમે તમારા માઇક સાથે તૈયાર હશો. ખૂબ ખૂબ પ્રેમ સાહેબ. દરેક વાત માટે ખુબ ખુબ આભાર.'
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
