તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
ભારતને વુમન્સ વર્લ્ડકપ જીતાડવા ખેલાડીઓ અને કોચ નહીં પણ આ લોકોએ પણ ખુબ મહેનત કરી હતી
ભારતીય ટીમમાં બે વ્યકિતઓ એવા હતા જેઓનું આ જીત પાછળ તેમનું પણ એટલું જ મહત્વનું યોગદાન હતું

નવી દિલ્હીઃ ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે ફાઇનલમાં હરાવ્યું તો ટીમ ઇન્ડિયાની ચેમ્પિયન ખેલાડીઓની ખૂબ જ ચર્ચાઓ થઈ, હેડ કોચ પણ હાઇલાઇટ થયા, તેમના યોગદાનની ખૂબ જ વાતો થઈ, જે 2 વર્ષથી ટીમ ઇન્ડિયા સાથે જોડાઈને સતત મહેનત કરી રહ્યા હતા. પણ ભારતીય ટીમના વર્લ્ડ કપ જીતવા પાછળ ફક્ત તેની મહિલા ટીમની તાકાતથી જ ન હતી, પરંતુ સપોર્ટ સ્ટાફની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ રહી.
ભારતીય ટીમમાં બે વ્યક્તિઓ એવા હતા, જેમને લઈને આ દરમિયાન ખૂબ જ ઓછી ચર્ચાઓ થઈ, પણ આ જીત પાછળ તેમનું યોગદાન પણ એટલું જ મહત્ત્વપૂર્ણ હતું. આ બે નામ છે આવિષ્કર સાલ્વી અને મુનિશ બાલી. આવિષ્કર સાલ્વી મહિલા ક્રિકેટ ટીમના બોલિંગ કોચ છે, જ્યારે મુનિશ બાલી ટીમના ફિલ્ડિંગ કોચ છે. મુનિશ ઘણીવાર BCCI દ્વારા શેર કરાયેલા વીડિયોમાં જોવા મળતા હતા જ્યાં ટીમને ફિલ્ડિંગ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. જોકે, સાલ્વીને લઈને વધારે ચર્ચા ન થઈ. તેઓ લાઇમલાઇટથી દૂર રહ્યા.
44 વર્ષીય આવિષ્કર સાલ્વી ટીમ ઇન્ડિયા માટે રમી ચૂક્યા છે. તેમની બોલિંગ એક્શન ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ગ્લેન મેકગ્રા જેવી હતી. આના કારણે તેઓ એ સમયમાં ખૂબ પ્રખ્યાત થયા હતા. જોકે, ભારતીય મહિલા ટીમના બોલિંગ કોચ બનતા પહેલા, તેઓ ઘરેલુ ક્રિકેટમાં પણ પોતાની કોચિંગથી નામ બનાવી ચૂક્યા છે.
તેમણે 2018માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, પુડુચેરી ટીમના હેડ કોચ તરીકે પોતાની કોચિંગ કારકિર્દીની શરૂઆત કરી. તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ટીમના શાનદાર પ્રદર્શનને જોતાં તેમને 2020માં પુડુચેરી ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા. વર્ષ 2022માં, સાલ્વીને પંજાબ ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ટીમ સાથેની તેમની બીજી સીઝનમાં, તેમણે પંજાબને પ્રથમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી, જે 30 વર્ષમાં તેમની પ્રથમ ઘરેલું ટ્રોફી હતી.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
