News of Monday, 10th November 2025
સંજૂ સેમસનની ચેન્નાઈની ટીમમાં એન્ટ્રી, રવિન્દ્ર જાડેજા છોડશે CSKનો સાથ!

નવી દિલ્હીઃ ચેન્નાઈ સુપર કિંગ્સ રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસન વચ્ચે સ્વેપ ડીલ પર વિચાર કરી રહી છે. આ પગલું ટીમના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે કારણ કે સીએસકે ધોની પછી નવા લીડરની શોધમાં છે. સંજુ સેમસનનો સમાવેશ ટીમની બેટિંગ અને વિકેટકીપિંગને મજબૂત બનાવશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ આગામી આઈપીએલ સીઝન માટે રાજસ્થાન રોયલ્સ સાથે રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસન વચ્ચે સીધી સ્વેપ ડીલ પર વિચાર કરી રહી છે. જો આ ડીલ થાય છે, તો તે આઈપીએલ ઓફ-સીઝનની એક મોટી ખબર બની શકે છે. ચેન્નાઈ, જે એમએસ ધોનીની કારકિર્દી પછી લાંબા ગાળાના અનુગામીની શોધમાં છે, તેણે સંજુ સેમસનને તેના આદર્શ લક્ષ્ય તરીકે ઓળખાવ્યા છે. અહેવાલો એમ પણ સૂચવે છે કે સેમસન પોતે જયપુર સ્થિત ફ્રેન્ચાઇઝીથી દૂર જવા માટે ઇચ્છુક છે.
જો કે આ સંભવિત પગલું સીએસકે સમર્થકો માટે ભાવનાત્મક પ્રશ્ન ઉઠાવે છે શું ફ્રેન્ચાઇઝીએ ખરેખર તેના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાથી અલગ થવું જોઈએ? જાડેજા જે ધોની સાથે ટીમની સફળતાના સ્થંભોમાંથી એક રહેલો છે, જે છોડવું આ ટીમની પરંપરા વિરુદ્ધ નહી હોય જે હંમેશા પોતાના સીજન્ડ ક્રિકેટર્સ પ્રત્યે વફાદાર રહી છે.?
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
