તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
ઋતુરાજ અને અભિષેક ઓપનીંગ કરશે, મીડલ ઓર્ડરની જવાબદારી કિશન, પરાગ, બદોની સંભાળશે
કાલે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ભારત ઍ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ વન-ડેઃ બપોરે ૧ઃ૩૦ વાગયાથી જંગઃ દર્શકો માટે ફ્રી ઍન્ટ્રી

ભારત-ઍ અને સાઉથ આફ્રિકા-ઍ વચ્ચેની બે મેચની અનઅોફિશિયલ્સ ટેસ્ટ શ્રેણી બાદ હવે ૧૩ નવેમ્બરથી ત્રણ મેચની વન ડેની શ્રેણી રમાશે. આ ત્રણેય અનઅોફિશિયલ વન ડે રાજકોટમાં રમાશે. તિલક વર્મા ઇન્ડિયા-ઍ નું વન-ડે શ્રેણીમાં નેતૃત્વ કરશે. આ ટીમમાં ઇશાન કિશન પણ જાવા મળશે, જે લાંબા સમય પછી ટીમ ઇન્ડિયામાં જાવા મળશે.
પ્લેઇંગ ઇલેવનની વાત કરવામાં આવે તો ઙ્ગતુરાજ ગાયકવાડ ટીમનો વાઈસ કેપ્ટન છે અને તે અભિષેક શર્મા સાથે ઈનિગની શરૂઆત કરશે. ટીમના મિડલ ઓર્ડરમાં કેપ્ટન તિલક વર્મા, રિયાન પરાગ, ઈશાન કિશન, આયુષ બદોની અને વિરાજ નિગમ રહેશે. જ્યારે હર્ષિત રાણા, અર્શદીપ સિહ અને ખલીલ અહમદ ફાસ્ટ બોલિગ આક્રમણ સંભાળતા જાવા મળી શકે છે. સ્પિનર તરીકે નિશાંત સંધુ, વિરાજ અને બડોની જાવા મળી શકે છે.
પ્રભસિમરન સિહને પણ વિકેટકીપર તરીકે ટીમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ઓપનર પણ છે અને ઙ્ગતુરાજ અને અભિષેક પહેલાથી જ ટીમની સાથે છે. ઇશાન કિશન પણ અોપનિગ કરે છે તેથી પ્રભસિમરનને પ્લેઇંગ ઇલેવનમાં રાહ જાવી પડી શકે છે.
ઇન્ડિયા-ઍઅને દક્ષિણ આફ્રિકા-ઍ વચ્ચે અનઓફિશિયલ વન-ડે શ્રેણીનો કાર્યક્રમ પ્રથમવન-ડેઃ૧૩ નવેમ્બર ૨૦૨૫, રાજકોટ બીજી વન-ડેઃ૧૬ નવેમ્બર ૨૦૨૫, રાજકોટ ત્રીજી વનડેઃ ૧૯ નવેમ્બર ૨૦૨૫, રાજકોટ.
પ્રથમ બે વન-ડે બપોરે ૧ઃ૩૦ વાગ્યાથી અને ત્રીજા વન-ડે સવારે ૯ વાગ્યાથી શરૂ થશે.
ભારત ઍ ટીમઃ તિલક વર્મા (કેપ્ટન), ઙ્ગતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, રિયાન પરાગ, ઇશાન કિશન (વિકેટકીપર), આયુષ બદોની, પ્રભસિમરન સિહ (વિકેટકીપર), નિશાંત સિધુ, વિરજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ખલીલ અહમદ
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
