<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

શુક્રવારથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટઃ હોટેલ અને સ્ટેડિયમ ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા

ખેલાડીઓ જે હોટલમાં રોકાયા છે ત્યાં સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવીઃ ભારતનો હાથ ઉપર પણ આફ્રિકનો ગમે ત્યારે અપસેટ સર્જી શકે

નવી દિલ્હીઃ કલકત્તાના ઈડન ગાર્ડન્સ ખાતે કાલે ટેસ્ટ-સિરીઝ માટે ટીમ ઇન્ડિયાના પ્લેયર્સે પ્રેક્ટિસ-સેશન શરૂ કયા* હતાં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન વિજેતા ટીમ સાઉથ આફ્રિકાના પ્લેયર્સ પણ ગ્રાઉન્ડમાં વોર્મ-અપ કરતા જાવા મળ્યા હતા. સાઉથ આફ્રિકાનો બે ટેસ્ટ-મેચ, ત્રણ વન-ડે અને પાંચ ટી૨૦ મેચનો આ લાંબો પ્રવાસ ક્રિકેટ-ફેન્સ માટે રોમાંચક બની રહેશે.
નેટ-પ્રેક્ટિસ પહેલાં હેડ કોચ ગૌતમ ગંભીર અને સહાયક કોચ સિતાંશુ કોટક ગ્રાઉન્ડ પર લાંબી વાતચીત કરતાં જાવા મળ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે પોતાની ટેક્નિકને સુધારવા માટે નેટમાં લગભગ દોઢ કલાક વિતાવ્યો હતો. ટોપ ઓર્ડર બેટર યશસ્વી જાયસવાલ અને સાઈ
સુદર્શને પણ નેટ-સેશન દરમ્યાન પરસેવો પાડયો હતો. ૨૦૧૯ બાદ સાઉથ આફ્રિકા પહેલી વખત ભારતમાં ટેસ્ટ-મેચ રમવા ઊતરશે. આ ટીમ પાસે ઝડપી અને સ્પિન બન્નેમાં સંતુલિત બોલિગ-અટેક હોવાથી ભારતીય બેટર્સની કડક પરીક્ષા થશે

 

(3:46 PM IST)