News of Saturday, 15th November 2025
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: કેપ્ટન શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ: ચાલુ ઈનિંગમાં મેદાન છોડવું પડ્યું
શુભમન ગિલ દક્ષિણ આફ્રિકાના સ્પિનર હાર્મરના બોલ પર બાઉન્ડ્રી ફટકારવામાં સફળ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ તેને ગરદનમાં દુખાવો થયો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને કોલકાતા ટેસ્ટની પહેલી ઈનિંગની વચ્ચે જ મેદાન છોડીને જવું પડ્યું હતું. શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થયો હતો. શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થવાની ઘટના તેની ઈનિંગના ત્રીજા બોલ પર બની હતી. શુભમન ગિલ દક્ષિણ આફ્રિકાના સ્પિનર હાર્મરના બોલ પર બાઉન્ડ્રી ફટકારવામાં સફળ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ તેને ગરદનમાં દુખાવો થયો હતો. શુભમન ગિલ તેની ગરદન પકડીને ઉભો હતો અને બાદમાં દુખાવો વધતા તેને અધવચ્ચે જ મેદાન છોડીને જવું પડ્યું હતું
શુભમન ગિલને ગરદનની તકલીફ થયા પછી ટીમના ફિઝિયો તેની તપાસ કરવા માટે મેદાન પર ગયા હતા. ગિલની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, ફિઝિયોએ તેને મેદાનની બહાર લઈ જવાનો નિર્ણય લીધો. શુભમન ગિલનો મેદાન છોડતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તેની તકલીફ તેના ચેહરા પર સાફ દેખાઈ રહી હતી
શુભમન ગિલ 3 બોલમાં 4 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો જ્યારે તે રિટાયર્ડ હર્ટ થયો હતો. શુભમન ગિલની નવી સમસ્યા કેટલી ગંભીર છે તે તેની તપાસ પછી જ જાણી શકાશે. ભારતીય ફેન્સ આશા રાખી રહ્યા છે કે ગિલની સમસ્યા વધુ ગંભીર ન હોય અને તે બેટિંગ ચાલુ રાખી શકે, જેની ભારતીય ટીમને જરૂર છે.
કોલકાતા ટેસ્ટમાં ભારતનો સ્કોર 79 રન હતો ત્યારે શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થયો હતો. આ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકાને પ્રથમ ઈનિંગમાં 159 રનમાં ઓલઆઉટ કર્યું હતું. જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લીધી હતી જ્યારે સિરાજ અને કુલદીપને બે-બે વિકેટ મળી હતી. અક્ષર પટેલ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
