તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
શનિવારથી ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે બીજો ટેસ્ટ : ગુવાહાટીમાં તૂટશે પરંપરા,લંચ અગાઉ લેવામાં આવશે ટી-બ્રેક
ઉત્તર પૂર્વ ભારતમાં વહેલા સૂર્યોદય અને સૂર્યાસ્તના લીધે બીસીસીઆઇએ સમયમાં કર્યો ફેરફાર : મેચ સવારે ૯ વાગે શરૂ થશે, ૧૧ વાગે ચા નો વિરામ, ૧:ર૦ કલાકે લંચ બ્રેક

નવી દિલ્હી : કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે ૩૦ રનથી હારનો સામનો કરવો પડયો હતો. દક્ષિણ આફ્રિકાએ ૧પ વર્ષ પછી ભારતમાં ટેસ્ટ મેચ જીતી હતી. આ જીતથી ભારતીય ટીમને ટેસ્ટ મેચ કોઇપણ કિંમતે જીતવી પડશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ રર નવેમ્બર, શનિવારથી ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી છે. આ મેચનો સમય બદલાશે. કોલકાતા ટેસ્ટ મેચ ભારતીય સમય મુજબ સવારે ૯:૩૦ વાગ્યે શરૂ થશે. પરંતુ સમય ભારતીય સમય મુજબ સવારે ૯:૦૦ વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે. ભારતમાં ટેસ્ટ મેચ સામાન્ય રીતે સવારે ૯:૩૦ વાગ્યે શરૂ થાય છે. પરંતુ ઉત્તર પૂર્વ ભારતમાં વહેલા સૂર્યોદય અને સૂર્યાસ્તને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સમયમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે.
રર નવેમ્બરના રોજ ગુવાહાટીમાં સવારે ૮:૩૦ વાગ્યે ટોસ થશે અને પ્રથમ બોલ સવારે ૯ વાગ્યે ફેંકવામાં આવશે. પાંચેય દિવસનો પહેલો સત્ર સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધીનો રહેશે, ત્યારબાદ ર૦ મિનિટનો ચાનો વિરામ હશે. બીજો સત્ર સવારે ૧૧:ર૦ થી ૧:ર૦ વાગ્યા સુધોનો રહેશે. બીજા સત્રના અંત પછી ૪૦ મિનિટનો લંચ બ્રેક નક્કી કરવામાં આવ્યો છે. અંતિમ સત્ર બપોરે ર વાગ્યાથી ૪ વાગ્યા સુધીનો રહેશે. જો નિર્ધારિત સમયમાં સંપૂર્ણ ઓવર પૂર્ણ ન થાય તો મેચ અડધો કલાક લંબાવવામાં આવશે. આનો અર્થ એ છે કે મેચ ૪:૩૦ વાગ્યા સુધી ચાલી શકે છે.
આ કદાચ પહેલી વાર છે જયારે ટેસ્ટમાં ચાનો વિરામ અને પછી લંચ બ્રેક હશે. આનો અર્થ એ છે કે લાંબો સમયથી ચાલતી પરંપરા તૂટવાની તૈયારીમાં છે.
બીસીસીઆઇ સચિવ દેવજીત સૈકિયાએ ઇએસપીએન ક્રિકઇન્ફ્રોને જણાવ્યું હતું કે, આ એક વ્યવહારુ નિર્ણય છે. શિયાળા દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત ખૂબ વહેલા થાય છે. સાંજે ૪ વાગ્યા સુધીમાં પ્રકાશ ખૂબ જ ઓછો થઇ જાય છે અને તે પછી વધુ રમત શકય નથી. તેથી જ અમે આ ટેસ્ટ મેચ વહેલી શરૂ કરવાનો નિર્ણય લીધો, જે સવારે ૯ વાગ્યે શરૂ થશે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
