તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
આઇપીએલ : સનરાઇઝ હૈદરાબાદના કેપ્ટન તરીકે પેટ કમિન્સ જાહેર

નવી દિલ્હી : આઇપીએલ ર૦ર૬ ની હરાજી ૧૬ ડિસેમ્બરે અબુ ધાબીમાં ખેલાડીઓની હરાજી થશે. હરાજી પહેલા લગભગ એક મહિના પહેલા, આઇપીએલની ટીમે તેના કેપ્ટનની જાહેરાત કરી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે હરાજી પહેલા તેના કેપ્ટનનું નામ જાહરે કર્યું છે. ફરી એકવાર ઓસ્ટ્રિેલિયન સ્ટાર બોલર પેટ કમિન્સને કેપ્ટન તરીકે નિયુકત કર્યા છે. કમિન્સ સતત ત્રીજી આઇપીએલ સીઝન માટે SRH નું નેતૃત્વ કરશે. ફ્રેન્ચાઇઝીએ તેના સત્તાવાર 'X' એકાઉન્ટ પર તેના ફોટા શેર કરીને કમિન્સની નિમણૂંકની પુષ્ટિ કરી. જો કે, SRH એ વધુ કોઇ માહિતી આપી નથી.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
